Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામ્યુકોની ટીમ વસૂલાતમાં નબળી પૂરવારઃ
જામનગર તા. ૩: જામનગર મહાનગરપાલિકા જુની વસૂલાત કરવામાં નબળી પૂરવાર થઈ રહી છે. મહાનગરપાલિકાએ પોતાના બજેટમાં જ ૮૪,૮૮૮ લાખની વસૂલાત બાકી હોવાનું સ્પષ્ટ જણાય છે.
જામનગર મહાનગર પાલિકા સેવા આપે છે તેમાંથી અમુક સેવાની વસૂલાત કરે છે, પરંતુ તે પણ નિયમિત રીતે વસૂલાત થતી નથી. પરિણામે કરોડો રૂપિયાની વસૂલાત આજની સ્થિતિએ બાકી છે.
મહાનગરપાલિકાએ પોતાના બજેટમાં બાકી વસૂલાત દર્શાવી છે, જેમાં દુકાન ભાડાની રૂ।. ૧૧૯.૭૧ લાખ, વ્યવસાય વેરાની રૂ।. ૧ર,૩૯૯.૩૬ લાખ, કારખાના લાયસન્સ ફી રૂ।. રર૪.૨૭ લાખ, ૧૪૦૪ અને પ૦૪ આવાસના હપ્તાની રૂ।. ૪૧ર.પ૬ લાખ, વોટર વર્કસ (કાર પેટ) રૂ।. ૯૩૯૪.૩પ લાખ, વોટર સર્વિસ (સ્લમ) રૂ।. ર૮૮૬.પ૦ લાખ, વોટર આર્જીસ (જુનો) રૂ।. ર૧૯પ.૯૩ લાખ, મિલકત વેરો (રેન્ટ બેઝ) રૂ।. ૬ર૦૯.પર લાખ, મિલકત વેરો (કાર પેટ) રૂ।. ૪૮,૮૮૧.૧૧ લાખ, સર્વિસ યુઝર્સ ચાર્જ રૂ।. ૯૧૦ લાખ, મુખ્યમંત્રી/ પ્રધાનમંત્રી લાભાર્થી ફાળો રૂ।. ૯રર.૯૪ લાખ, અને આપેલ લોન અન્વયે મુદલ અને વ્યાજ રૂ।. ૩૩ર.૩૯ લાખ મળી કુલ રૂ।. ૮૪,૮૮૮.૬૪ લાખની વસૂલાત બાકી છે, જો કે મિલકત વેરામાં રેલવે વિભાગના જ રૂ।. ૧૮૦ કરોડના લેણા બાકી છે.
આમ આ ઉપરથી સ્પષ્ટ થાય છે કે જામનગર મહાનગર પાલિકાના કમિશનરની ટીમ વસૂલાતમાં નબળી પૂરવાર થઈ રહી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial