Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઓપરેશન વગર ખભાનો દુખાવો દૂર કરવાની અસરકારક પદ્ધતિ
આજકાલ ખભાનો દુખાવો અનેક લોકો માટે રોજિંદી સમસ્યા બની ગયો છે. ખભાની હલનચલન ઓછી થવી, કપડાં પહેરવામાં તકલીફ પડે, રાત્રે ઊંઘના સમયે દુખાવો થવો-આ બધા લક્ષણો ઘણીવાર ફ્રોઝન શોલ્ડર તરફ સંકેત આપે છે.
ઘણાં દર્દીઓને કસરત કરવાની સલાહ આપવામાં આવે છે પરંતુ દુખાવા ના લીધે કસરત કરી શકતા નથી અથવા લાંબા સમય સુધી કસરત કર્યા પછી પણ ફર્ક પડતો નથી. ઓર્થોપેડિક તબીબી ક્ષેત્રમાં હાઇડ્રોડાયલેટેશન નામની એક એવી પદ્ધતિ ઉપલબ્ધ છે, જે ઓપરેશન વગર અસરકારક રાહત આપે છે.
ફ્રોઝન શોલ્ડર એટલે શું?
ફ્રોઝન શોલ્ડરમાં ખભાના સાંધાની અંદર રહેલી પડ (કેપ્સ્યુલ) ધીમે ધીમે કઠોર થઈ જાય છે. આ કારણે ખભામાં સતત દુખાવો રહે, હાથ ઊંચો કરવો કે પાછળ લઈ જવો મુશ્કેલ બને, રોજિંદા કામોમાં અડચણ આવે, રાત્રે દુખાવો વધી જાય. આ સમસ્યા ખાસ કરીને ડાયાબિટીસ ધરાવતા લોકો, મધ્યવયના પુરુષો-મહિલાઓ, લાંબા સમય સુધી ખભાનો ઉપયોગ ઓછો રહેનાર દર્દીઓમાં અથવા ખભા ના ઓપરેશન પછી કસરત ના કરનાર દર્દીઓ માં વધુ જોવા મળે છે.
હાઇડ્રોડાયલેટેશન
પદ્ધતિ શું છે?
આ એક સરળ, સુરક્ષિત અને સમયસિદ્ધ ઉપચાર પદ્ધતિ છે.
આ પ્રક્રિયામાં ખભાની અંદર યોગ્ય દ્રાવણ નાખીને સંકુચિત થયેલી કેપ્સ્યુલને ધીમે ધીમે ફુલાવવામાં આવે છે. આ ઉપચારથી ખભાની કઠોરતા ઘટે છે, દુખાવાથી તુરંત જ રાહત મળે છે, ખભાની હલનચલન ઝડપથી સુધરે છે
આ ઉપચારની ખાસિયતોમાં ઓપરેશન વગર ફાયદો, માત્ર ૩૦ મિનિટમાં સચોટ પરિણામ, બેહોશી (એનેસ્થેશિયા)ની જરૂર નથી, દાખલ થવાની જરૂર નથી, કોઈ ચીરફાડ કે રક્તસ્રાવ નથી, થોડા સમયમાં પ્રક્રિયા પૂર્ણ.
મોટાભાગના દર્દીઓમાં હાઇડ્રોડાયલેટેશન પછી તાત્કાલિક ફરક અનુભવાય છે, જે તેમને ફરીથી રોજિંદા કામો કરવા માટે આત્મવિશ્વાસ આપે છે.
આ કોઈ નવી કે પ્રયોગાત્મક પદ્ધતિ નથી
આ વિશ્વભરમાં ઉપયોગમાં લેવાતી સમયસિદ્ધ પદ્ધતિ છે, જે યોગ્ય દર્દીમાં ખૂબ જ સારા પરિણામ આપે છે. ફ્રોઝન શોલ્ડરના શરૂઆતના અથવા મધ્ય તબક્કાના દર્દીઓ તથા દવા અને ફિઝિયોથેરાપીથી પૂરતો ફાયદો ન થયો હોય તેવા દર્દીઓ તેમજ ઓપેરેશન ટાળવા ઇચ્છતા દર્દીઓને વધુ ફાયદો થાય છે.
ઉપચાર પછી શું
કરવું જરૂરી છે?
હાઇડ્રોડાયલેટેશન પછી ડોક્ટરની સલાહ મુજબ નિયમિત કસરત અને ફિઝિયોથેરાપી કરવી ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. યોગ્ય કસરતથી મળેલ રાહત લાંબા સમય સુધી ટકી રહે છે.
નિષ્કર્ષઃ ફ્રોઝન શોલ્ડર હવે સહન કરવાની બાબત નથી. હાઇડ્રોડાયલેટેશન જેવી સરળ અને અસરકારક પદ્ધતિ દ્વારા ઓપરેશન વગર પણ ખભાના દુખાવામાં રાહત મેળવી શકાય છે. ખભાનો દુખાવો લાંબા સમયથી રહેતો હોય તો વિલંબ કર્યા વગર નિષ્ણાત ઓર્થોપેડિક શોલ્ડર સર્જનનો સંપર્ક કરવો જરૂરી છે.
:: આલેખન ::
ડો. ધ્યેય બાલધા
ખભા-ઘૂંટણના સ્પેશિયાલિસ્ટ જીગ્સ ન્યૂ-ગ્રો હોસ્પિટલ, જામનગર, મો.૭૬૦૦૭૫૭૫૩૩
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial