Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રેલવે બોર્ડ દ્વારા સરડિયા-વાંસજાળિયાનો નવો ટ્રેક મંજુર
ઓખા-ખંભાળિયા તા. ૧૮: રેલવે બોર્ડ દ્વારા સરડિયા -વાંસજાળિયા નવા ટ્રેકના એફએલએસને મંજુરી મળતા દ્વારકા-સોમનાથને જોડતો વૈકલ્પિક માર્ગ બનશે, જેથી પ્રવર્તમાન રૂટ ટૂંકાઈ જતા યાત્રિકોને રાહત થશે.
વેસ્ટર્ન રેલવે ઝોન હેઠળ રાજ્યના સરડિયા-વાંસજાળિયા વચ્ચે નવી રેલવે લાઈન માટે ફાઈનલ લોકેશન સર્વે (એફ.એલ.એસ.) ને કેન્દ્રિય રેલવે મંત્રાલયે મંજુરી આપી છે. ભાવનગર ડિવિઝનના સિનિયર ડિવિ. કોમ. મેનેજર અતુલકુમાર ત્રિપાઠીના જણાવ્યાનુસાર સરડિયા-વાંસજાળિયા વચ્ચેની લાઈન ૪પ કિ.મી. લાંબી છે, જેના નિર્માણ સાથે આ વિસ્તાર રેલવેના મુખ્ય પ્રવાહ સાથે જોડાશે. સાથે જ અહીંના લોકોને રેલ માર્ગે અન્ય વિસ્તારોમાં મુસાફરીની તક મળશે.
આ ઉપરાંત સોમનાથ, પોરબંદર, દ્વારકા, ઓખાને જોડતો એક વધારાનો અને ટૂંકો માર્ગ ઉપલબ્ધ થશે. સાથે જ આ લાઈનના નિર્માણથી સોમનાથ, દ્વારકા, ગીરસ્નાર જેવા તીર્થ સ્થળો માટે વધારાનો માર્ગ પૂરો પાડશે. સરાડિયા ગામ જૂનાગઢના માણાવડદર તાલુકામાં આવેલ છે, જ્યારે વાંસજાળિયા રેલવે સ્ટેશન જામનગર જિલ્લામાં આવેલ છે, જે પોરબંદરથી ૩૪ કિ.મી. દૂર છે. પેસેન્જર અને એક્સપ્રેસ ટ્રેનો અહિં રોકાય છે. આ લાઈન ભારતીય રેલવેના સિદ્ધાંતોને અનુરૂપ સમાવિષ્ટ વિકાસને પ્રોત્સાહન આપશે.
આ મુદ્દે સાંસદ પૂનમબેન માડમે ઉચ્ચસ્તરે કરેલી રજૂઆતોને સફળતા મળી છે. દ્વારકા જિલ્લાના કલેક્ટર અશોક શર્માએ પણ યાત્રાધામ દ્વારકાના વિકાસ પ્રોજેક્ટ સાથે સાંકળીને આ મુદ્દો ઊઠાવેલો, જ્યારે ખંભાળિયાના અગ્રણી હિતેન્દ્રભાઈ આચાર્યએ કુંરગાથી પોરબંદરને જોડતી રેલવે લાઈન લંબાવીને દ્વારકા-ખંભાળિયા-સોમનાથ રૂટ શરૂ કરવાની માગણી કરી હતી, જેથી દ્વારકાથી રાજકોટ થઈને સોમનાથના વર્તમાન રૂટના કારણે દોઢસોથી બસો કિલોમીટરનું લાંબુ અંતર કાપયું ન પડે. દ્વારકા-સોમનાથને જોડતી રેલવે લાઈનનો ટૂંકો રૂટ મંજુર કરવાની માગણી પછી આ વૈકલ્પિક માર્ગની જાહેરાત પણ યાત્રિકોને અંસતઃ રાહત થશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial