Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કુવૈતથી દિલ્હી જઈ રહેલા
અમદાવાદ તા. ૩૦: કુવૈતથી દિલ્હી જતી ફલાઈટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા અમદાવાદમાં ઈમરજન્સી લેન્ડિંગ કરાયુ હતું અને ચેકીંગ હાથ ધરાયું છે.
કુવૈત થી દિલ્હી જઈ રહેલી ઈન્ડિગોની ફલાઈટમાં બોમ્બ હોવાની ચિઠ્ઠી મળતા મુસાફરોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. સુરક્ષાના કારણોસર વિમાનને તાત્કાલિક અમદાવાદના ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ડાયવર્ટ કરી ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર ફલાઈટ જયારે આકાશમાં હતી ત્યારે ક્રૂ મેમ્બરને ફલાઈટમાં ટીશ્યુ પેપર પર હાઈજેક અને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. પાયલટે તુરંત એર ટ્રાફિક કંટ્રોલનો સંપર્ક કર્યો અને પ્રોટોકોલ મુજબ વિમાનને સૌથી નજીકના એરપોર્ટ એટલે કે અમદાવાદ તરફ વાળવાનો નિર્ણય લીધો હતો. વિમાનમાં ૧૮૦ મુસાફરો અને ૬ ક્રૂ મેમ્બરો મળી કુલ ૧૮૬ લોકો સવાર હતા.
એરપોર્ટ પોલીસ સ્ટેશનના પીઆઈ એન.ડી.નકુમના જણાવ્યા અનુસાર આ ધમકી મળ્યા બાદ સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ હતી અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ દ્વારા વિમાનનું સંપૂર્ણ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જો કે, તપાસમાં કોઈ વાંધાજનક વસ્તુ મળી નથી. હાલમાં પ્લેન ચેક કરવાની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. અને પ્રોટોકોલ મુજબ આગળની તપાસ ચાલુ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial