Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
૨૦૦થી વધુ ફલાઈટ લેઈટ, દિલ્હીમાં ૪, યુપીમાં ૪ અને છત્તીસગઢમાં બે મૃત્યુઃ વૃક્ષો ધરાશાયી, પરિવહન ખોરવાયું: રેડ એલર્ટ
નવી દિલ્હી તા. ૨: દિલ્હી સહિત દેશભરમાં વાવાઝોડા-વીજળીથી ૧૦ લોકોનાં મૃત્યુ થયા છે. દિલ્હીમાં ૨૦૦થી વધુ ફ્લાઇટ્સ મોડી પડી છે, જયારે અનેક વિસ્તારોમાં પાણી ભરાયાં છે. પરિવહન ખારવાયું છે. દિલ્હી સહિત કેટલાક સ્થળે રેડ એલર્ટ જાહેર કરાયું છે.
દિલ્હી-એનસીઆર, યુપી અને છત્તીસગઢમાં વાવાઝોડા, વીજળી પડવા અને ઝાડ પડવાની ઘટનાઓમાં ૧૦ લોકોનાં મોત થયાં છે. દિલ્હી અને ઉત્તરપ્રદેશમાં ૪-૪ લોકો અને છત્તીસગઢમાં ૨ લોકોએ જીવ ગુમાવ્યા છે. દિલ્હી-એનસીઆરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં છે. દિલ્હી એરપોર્ટથી ૨૦૦થી વધુ ફ્લાઇટ્સ મોડી પડી છે. ૩ને ડાઇવર્ટ કરવી પડી હતી. ૨ને જયપુર અને એકને અમદાવાદમાં ઉતરાણ કરાવ્યુંં હતું.
દિલ્હી એરપોર્ટનું સંચાલન કરતી કંપની દિલ્હી ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડએ જણાવ્યું હતું કે ફ્લાઇટ કામગીરી સામાન્ય છે. દિલ્હી એરપોર્ટથી દરરોજ લગભગ ૧,૩૦૦ ફ્લાઇટ્સનું સંચાલન થાય છે. દિલ્હીમાં વરસાદનું રેડએલર્ટ અપાયું હતું.
પશ્ચિમ બંગાળના સંદકફુમાં નવેસરથી હિમવર્ષા થઈ હતી. જમ્મુમાં ભારે વરસાદ પડ્યો, જેના કારણે લોકોને ગરમીથી રાહત મળી હતી.
જયપુર, જેસલમેર, ભીલવાડા અને પાલીમાં ઘણી જગ્યાએ વાવાઝોડા અને કરા સાથે વરસાદ પડ્યો હતો. જયારે એવી ચેતવણી અપાઈ રહી છે તે મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઉત્તરાખંડ, ઓડિશા, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરામાં કરા પડી શકે છે. જ્યારે રાજસ્થાન, હરિયાણા, ચંડીગઢ, દિલ્હી અને પંજાબમાં ધૂળની આંધી આવશે.
દિલ્હીમાં વાવાઝોડા સાથે ભારે વરસાદ પડી રહૃાો છે. સવારે ૫ વાગ્યાની આસપાસ રાજધાની અને તેની આસપાસના વિસ્તારોમાં જોરદાર પવન ફૂંકાયો. પવન એટલો જોરદાર હતો કે ઘણા વિસ્તારોમાં ઝાડની ડાળીઓ તૂટીને રસ્તા પર પડી ગઈ. દિલ્હીના દ્વારકાના ખારખાડી કેનાલ ગામમાં શુક્રવારે સવારે ભારે પવનને કારણે એક લીમડાનું ઝાડ ટ્યૂબવેલના ઓરડા પર પડી ગયું. આ અકસ્માતમાં એક મહિલા અને તેના ત્રણ બાળકનું મોત થયું છે, જ્યારે મહિલાનો પતિ ઘાયલ થયો છે.
આ ઉપરાંત જોધપુર અને ચિત્તોડગઢમાં વાદળો છવાયેલાં હતાં. આને કારણે તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો. ચક્રવાતી પરિભ્રમણ સક્રિય થવાને કારણે મધ્યપ્રદેશમાં કરા અને વરસાદ ચાલુ છે. છેલ્લા ૬ દિવસમાં રાજ્યના અડધા ભાગમાં હવામાન બદલાયું છે. કેટલીક જગ્યાએ ભારે વરસાદ પડી રહૃાો છે અને કેટલીક જગ્યાએ કરા પણ પડી રહૃાા છે. ડિંડોરીમાં ભારે વરસાદ પડ્યો હતો, ૨૫થી વધુ જિલ્લાઓમાં હવામાન બદલાયું હતું.
યુપીના સહારનપુર, મથુરા, ગાઝિયાબાદ, આગ્રા, બુલંદશહર સહિત ૧૫ શહેરમાં ભારે પવન સાથે ભારે વરસાદ પડ્યો. મથુરામાં એટલો બધો વરસાદ પડ્યો કે રસ્તાઓ પાણીથી ભરાઈ ગયા. ઘરો, દુકાનો અને ખાનગી હોસ્પિટલોમાં બે ફૂટ સુધી પાણી ભરાઈ ગયાં હતાં. મથુરાના આદિંગ શહેરમાં લોકો ડોલમાંથી પાણી કાઢતા જોવા મળ્યા.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે છત્તીસગઢના ૧૨ જિલ્લામાં આજે ઓરેન્જ એલર્ટ છે. આ પહેલાં રાયપુર સહિત રાજ્યના ઘણા ભાગોમાં ગુરુવારે સાંજે ફૂંકાયેલા વાવાઝોડાએ ભારે વિનાશ વેર્યો હતો. ૭૦થી ૭૪ કિમી પ્રતિ કલાકની ઝડપે આવું વાવાઝોડું ૧૦ વર્ષ પછી ફૂંકાયું છે.
પટણા સહિત બિહારના ૨૫ જિલ્લાઓમાં આજે વાવાઝોડા અને વરસાદ માટે યલો એલર્ટ છે. આ તમામ ૨૫ જિલ્લામાં ભારે વરસાદ સાથે વીજળી પડવાની શક્યતા છે. હવામાન કેન્દ્રના જણાવ્યા અનુસાર, રાજ્યમાં આ સ્થિતિ ૭ મે સુધી ચાલુ રહેશે. આગામી ૫ દિવસમાં બિહારના ઘણા ભાગોમાં ૧૦થી ૫૦ મિમી સુધી વરસાદ પડવાની શક્યતા છે.
બુધવારથી ઝારખંડમાં સમયાંતરે વરસાદ પડી રહૃાો છે. આનાથી રાજ્યમાં લોકોને ગરમીથી રાહત મળી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્યમાં તોફાન અને વરસાદની આ સ્થિતિ ૪ મે સુધી ચાલુ રહી શકે છે. દરમિયાન, ગુરુવારે લાતેહાર અને રામગઢમાં વીજળી પડવાથી બે લોકોનાં મોત થયાં હતાં.
હરિયાણામાં હવામાન બદલાયું છે. હિસાર, રેવાડી, સિરસા, ફતેહાબાદ, ગુરુગ્રામ, પાણીપત, ભિવાની, અંબાલા, સોનીપત, ઝજ્જર, જીંદ, પંચકુલા, કૈથલ, મહેન્દ્રગઢ, કરનાલ, પલવલ, નૂહ, કુરુક્ષેત્ર અને ફરીદાબાદમાં વરસાદ થઈ રહૃાો છે. તોફાન સાથે વીજળીના ચમકારા પણ થઈ રહૃાા છે. ફરીદાબાદમાં એનએચપીસી અંડરપાસની અંદર એક કાર ડૂબી ગઈ હતી.
આગામી ૩ દિવસ માટે હવામાન ખાતાની ચેતવણીઓ
આવતીકાલે ૩ મે રાજ સ્થાનમાં ધૂળનું તોફાન આવશે. મધ્યપ્રદેશ, હિમાચલ પ્રદેશ, છત્તીસગઢ, સિકિકમ, પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં કરા પડી શકે છે. કેરળ, અરૂણાચલ પ્રદેશ અને કર્ણાટકમાં વરસાદની ચેતવણી આપવામાં આવી છે. યુપી, પંજાબ, ચંડીગઢ, દિલ્હી, બિહાર, ગુજરાતમાં ગરમી માટે યલો એલર્ટ છે.
૪ મે રાજસ્થાનમાં ધૂળનું તોફાન આવશે. મધ્યપ્રદેશમાં કરા પડી શકે છે. મધ્ય મહારાષ્ટ્ર, મરાઠવાડા, તામિલનાડુ, પુડુચેરી, કર્ણાટક, પૂર્વીય ઉત્તરપ્રદેશ, અરૂણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં વરસાદની ચેતવણી છે. મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને વિદર્ભમાં ગરમી માટે ઓરેન્જ એલર્ટ છે. જયારે યુપી, પંજાબ, ચંડીગઢ, દિલ્હી, બિહાર, ગુજરાતમાં ગરમી માટે યલ્લો એલર્ટ છે.
૫ મે- મરાઠવાડા, મધ્ય મહારાષ્ટ્ર, કર્ણાટક, પૂર્વીય ઉત્તરપ્રદેશ, સિક્કિમ, બંગાળ, અરૂણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝરોમ, તામિલનાડુ-પુડુચેરી અને ત્રિપુરામાં વરસાદની ચેતવણી. રાજસ્થાનમાં ધૂળની વાવાઝોડા આવી શકે છે. મધ્યપ્રદેશ, યુપી, પંજાબ, ચંડીગઢ, દિલ્હી, બિહાર, ગુજરાતમાં ગરમી માટે યલો એલર્ટ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial