Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સલાયામાંથી તીનપત્તી રમતા બે પકડાયાઃ
જામનગર તા. ૧: ભાટીયામાં રેલવે સ્ટેશન રોડ પર એક મકાનમાં જામેલી જુગારની મહેફિલ પર મોડી રાત્રે પોલીસે દરોડો પાડી એક મહિલા સહિત છને પકડી પાડ્યા છે. પટમાંથી રોકડ, મોબાઈલ, મોટર મળી રૂ.સાડા સાત લાખનો મુદ્દામાલ કબજે કરાયો છે.
કલ્યાણપુર તાલુકાના ભાટીયા ગામના રેલવે સ્ટેશન પાસે એક મકાનમાં જુગારની જમાવટ થઈ હોવાની બાતમી પરથી પોલીસે મંગળવારે રાત્રે બે વાગ્યે દરોડો પાડ્યો હતો.
ત્યાં આવેલા લખુભાઈ દેવાભાઈ ગોજીયા નામના શખ્સના મકાનમાં પોલીસે પાડેલા દરોડામાં લખુભાઈને નાલ આપી તેમના મકાનમાં એક ઓરડામાં ગંજીપાનાથી જુગાર રમતા મૂળ જામજોધપુરના અને હાલ જુનાગઢમાં વસવાટ કરતા મિલાપ માનસિંગ રાઠોડ, પોરબંદરના પારાવાડ ગામના કાના માલદે મોઢવાડીયા, જુનાગઢના કિશોર બચુભાઈ સોલંકી તથા જામનગરના ગોકુલનગરમાં પાણાખાણ શેરી નં.૬માં રહેતા સતીબેન દેવાતભાઈ ડાંગર નામના કુલ પાંચ વ્યક્તિ મળી આવ્યા હતા. છએય સામે પોલીસે જુગારધારાની કલમ ૪, પ હેઠળ ગુન્હો નોંધ્યો છે.
પટમાંથી પોલીસે રૂ.૨૩૯૯૮૦ રોકડા, ચાર મોબાઈલ, એક મોટર મળી કુલ રૂ.૭૫૫૪૮૦નો મુદ્દામાલ કબજે કર્યાે છે. સલાયામાં ઈદગાહ પાસે ગઈકાલે સાંજે તીનપત્તી રમતા આમીન અબ્બાસ ઉર્ફે જાયલી સુંભણીયા, આમીન ઈબ્રાહીમ ગંઢાર નામના બે શખ્સને સલાયા મરીન પોલીસે પકડી લીધા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial