Advertisement
Author: નોબત સમાચાર

સરમત ગામમાં ઘર પાસે ગાળો બોલવાની ના પાડતા પ્રૌઢ પર ચાર શખ્સ દ્વારા હુમલો

સામાપક્ષે પણ હુમલાની કરી વળતી ફરિયાદઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૩: જામનગરના સરમત ગામમાં એક પ્રૌઢે રવિવારે રાત્રે પોતાના ઘર પાસે ગાળો બોલી દેકારો કરતા બે શખ્સને તેમ ન કરવાનું કહેતા આ શખ્સોએ અન્ય બેને બોલાવી લીધા પછી તલવાર-પાઈપથી હુમલો કરી આ પ્રૌઢનો હાથ ભાંગી નાખ્યો છે. પોલીસે ચારેય હુમલાખોર સામે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે. આ ફરિયાદની સામે સામા પક્ષે પણ હુમલાની વળતી ફરિયાદ નોંધાવી છે.

જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર આવેલા સરમત ગામમાં ચોરા પાસે વસવાટ કરતા મુળૂભા મનુભા જાડેજા નામના પ્રૌઢ રવિવારે રાત્રે પોતાના ઘરે હતા ત્યારે તેમના ઘર પાસે સરમત ગામના જ ભીષ્મરાજસિંહ હકુભા જાડેજા, કુલદીપસિંહ રણજીતસિંહ જાડેજા નામના બે શખ્સ ગાળો બોલી દેકારો કરતા હતા.

આ શખ્સોને મુળૂભા ગાળો ન બોલવા માટે સમજાવવા જતાં આ શખ્સોએ રાજદીપસિંહ જયેન્દ્રસિંહ જાડેજા તથા દશરથસિંહ જયેન્દ્રસિંહ જાડેજાને ફોન કરીને બોલાવી લીધા હતા. ત્યારપછી આ શખ્સોએ તલવાર, સળીયાથી હુમલો કરી મુળૂભાને માર મારતા મુળૂભાનો હાથ ભાંગી ગયો છે. આ શખ્સોએ અન્ય વ્યક્તિઓને પણ માર માર્યાે હતો અને ગાળો ભાંડી પતાવી દેવાની ધમકી આપી હતી. સિકકા પોલીસ મથકમાં મુળૂભા મનુભાએ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી ચારેય હુમલાખોરની શોધખોળ હાથ ધરી છે.

આ ફરિયાદની સામે કુલદીપસિંહ રણજીતસિંહ જાડેજાએ વળતી ફરિયાદ નોંધાવી તેમાં જણાવ્યું છે કે, રવિવારે રાત્રે તેઓ પોતાના મિત્ર સાથે બાઈક પર ગામમાં આંટો મારવા નીકળ્યા ત્યારે દોલુભા જાડેજાએ રસ્તામાં રોકી ગાળો ભાંડી ફડાકો ઝીંક્યો હતો. ત્યારપછી વાત કરવા માટે કુલદીપસિંહ તથા અન્ય વ્યક્તિઓ આવતા દોલુભા, મુળૂભા, હનુભા તથા પૃથ્વીરાજસિંહ જાડેજાએ પાઈપ, ઢીકાપાટુથી હુમલો કરી માર મારી ધમકી આપી હતી. પોલીસે આ ફરિયાદ પણ રજીસ્ટરે લીધી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh