Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઘર પાસે ભંગારનો સામાન ન રાખવાનું
જામનગર તા. ૨: જામનગરના દરબારગઢ વિસ્તાર પાસે આવેલા ઘાંચીવાડમાં એક વૃદ્ધાએ પાડોશમાં રહેતા અને ભંગારનો વેપાર કરતા શખ્સને ઘર પાસે ભંગાર ન રાખવાનું કહેતા આ શખ્સ તથા તેના સાગરિતે પાઈપથી હુમલો કરી આ વૃદ્ધાને ઈજા પહોંચાડવા ઉપરાંત ગાળો ભાંડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
જામનગરના કાલાવડ નાકા વિસ્તારમાં આવેલા ઘાંચીવાડ પાસે આંબલી શેરીમાં રહેતા ફહીમ મકવાણા નામના શખ્સને ભંગારનો વેપાર છે આ શખ્સ પોતાનો ભંગારનો સામાન ઘર નજીક રાખતો હોવાથી પાડોશમાં રહેતા નસીમાબેન હનીફભાઈ ઘાંચી નામના વૃદ્ધાએ હાલમાં ચાલતા રમઝાન મહિના દરમિયાન અહીં ભંગાર ન રાખ તેમ કહ્યું હતું.
આ બાબતથી ઉશ્કેરાયેલા ફહીમ તથા હુસેન મકવાણાએ શુક્રવારે સાંજે ગાળો ભાંડી ઝઘડો કર્યાે હતો. ત્યારપછી ફહીમે પાઈપથી નસીમાબેનને નાક પર ઈજા પહોંચાડી હતી અને બંને શખ્સે જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. નસીમાબેને સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial