Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વીજચોરીની રકમનો ત્રણ ગણો દંડ ભરવા આદેશઃ
જામનગર તા. ૬: જામનગરના કિસાન ચોક નજીકના ઉનની કંદોરી વિસ્તારમાં સવા બે વર્ષ પહેલાં એક આસામીના મકાનમાં વીજચોરી થતી હોવાનો આક્ષેપ મૂકી વીજ ચેકીંગ ટૂકડીએ રૂ।.૬,૮૫,૩૩૬ની વીજચોરી અંગે એક આસામી સામે ફોજદારી ફરિયાદ કરી હતી. તે કેસ ચાલી જતાં ખાસ વીજ અદાલતે આરોપીને ૩૦ દિવસમાં વીજચોરીની રકમથી ત્રણ ગણો દંડ ભરવા અથવા એક વર્ષની કેદ ભોગવવા હુકમ કર્યાે છે.
જામનગરની પીજીવીસીએલ કચેરીના ખંભાળિયા ગેઈટ સબ ડિવિઝન હેઠળના ઉનની કંદોરી સહિતના વિસ્તારોમાં ગઈ તા.૧ર-૧ર-ર૩ના દિવસે વીજ કંપનીના અધિકારીઓએ ચેકીંગ હાથ ધર્યું હતું. જેમાં બશીર મુસા ખફી નામના આસામીને ત્યાં ચકાસણી કરાતા આ આસામી વીજ ગ્રાહક ન હોવા છતાં હળવા દબાણની લાઈનમાંથી વીજચોરી કરી વીજળી વાપરતા મળી આવ્યા હતા.
ત્યાં રોજકામ અને ચેકીંગ સીટ તૈયાર કરાયા પછી નાયબ ઈજનેર એ.એમ. જાડેજાએ જીયુવીએનએલ પોલીસ મથકમાં રૂ।.૬,૮૫,૩૩૬ની વીજચોરી અંગે બશીર મુસા ખફી સામે ફરિયાદ નોંધાવી હતી.
ઉપરોક્ત કેસ ખાસ વીજ અદાલતમાં ચાલી જતાં અદાલતે આરોપીને વીજચોરીની રકમનો ત્રણ ગણો એટલે કે રૂ।.૨૦ લાખ પપ હજારનો દંડ ફટકાર્યાે છે. દંડની રકમ ૩૦ દિવસમાં જમા ન કરાવવામાં આવે તો એક વર્ષની કેદનો હુકમ થયો છે. સરકાર તરફથી પીપી રાજેશ વશીયર રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial