Advertisement
Author: નોબત સમાચાર

પાકિસ્તાને પરાગવાલ આંતરરાષ્ટ્રીય સરહદે કર્ર્ર્યું ફાયરીંગ : ભારતે આપ્યો જડબાતોડ જવાબ

પહલગામ આતંકી હૂમલા પછી પાકિસ્તાન ભયભીતઃ છેલ્લા પાંચ દિવસથી એલઓસી પર સીઝફાયરનું સતત ઉલ્લંઘન

                                                                                                                                                                                                      

નવી દિલ્હી તા. ૩૦: પાકિસ્તાની સેનાએ પરાગવાલ આંતરરાષ્ટ્રીય સીમા પર સીઝફાયરનું ઉલ્લંઘન કરીને ફાયરીંગ કરતા ભારતે જડબાતોડ જવાબ આપ્યો છે.

પહલગામ આતંકવાદી હુમલા પછી ભારતના આકરા વલણથી પાકિસ્તાન ભયભીત બન્યું છે. છેલ્લા પાંચ દિવસથી પાકિસ્તાન એલઓસી પર સીઝફાયરનું ઉલ્લંઘન કરી રહ્યું છે. ગઈકાલે તેણે પાકિસ્તાનના ચેકપોઈન્ટ્સ પરથી ગોળીબાર કર્યો હતો. જો કે, ભારતે પાકિસ્તાનને તેનો મજબૂત જવાબ આપ્યો હતો.

ગઈકાલે રાત્રે પાકિસ્તાને જમ્મુના પરાગવાલ સેક્ટરમાં આવેલી આંતરરાષ્ટ્રીય સરહદ પર ગોળીબાર શરૂ કર્યો હતો. છેલ્લા છ દિવસથી પાકિસ્તાનની સેના સતત સીઝફાયરનો ઉલ્લંઘન કરી રહી છે. ભારતીય સેના પાકિસ્તાનની આ નાપાક હરકતો તેની જ ભાષામાં જડબાતોડ જવાબ આપી રહી છે. સુરક્ષાદળો સરહદ પર ચુસ્ત બંદોબસ્ત સાથે ચાપતી નજર રાખી રહ્યાં છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, મંગળવારે સવાર સુધી પાકિસ્તાનની સેનાએ એલઓસી પર સીઝફાયરનું ઉલ્લંઘન કર્યુ હતું. બાદમાં ગઈકાલે મોડી રાત્રે જમ્મુના પરાગવાલ સેક્ટરમાં આવેલી આંતરરાષ્ટ્રીય સરહદ પર ગોળીબાર શરૂ કર્યો હોત. નાના હથિયારોથી પાકિસ્તાન સતત ગોળીબાર કરી રહ્યું છે. ર૯-૩૦ એપ્રિલની રાત્રે પણ પાકિસ્તાને જમ્મુ અને કાશ્મીરના નૌશેરા, સુંદરબની અને અખનૂર સેક્ટરમાં એલઓસી પાસે ગોળીબાર કર્યો હતો. તે પાકિસ્તાની ચેકપોઈન્ટસ પરથી ગોળીબાર માટે ડિફેન્સ અને આર્ટિલરી ગનના બદલે નાના હથિયારોનો ઉપયોગ કરી રહી છે. બારામુલા અને કુપવાડા જિલ્લામાં પણ એલઓસી પર તે નાના હથિયારોની મદદથી ગોળીબાર કરી રહી હોવાની બાતમી મળી છે. ભારતીય સેનાના જવાનોએ તેના સીઝફાયર ઉલ્લંઘનનો જડબાતોડ જવાબ આપ્યો હતો.

બીએસએફની તૈનાતી વધીઃ

પાકિસ્તાન પરાગવાલ સેક્ટરમાં સક્રિય બનતા આ વિસ્તારમાં બીએસએફની હાજરી વધારવામાં આવી છે. ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા સાથે બીએસએફ તૈનાત છે. આઈબીનો કુલ ર૦૯.૮ કિ.મી. હિસ્સો અખનૂરથી માંડી લખનપુર સુધી ફેલાયેલો છે. આખા કાશ્મીરમાં એલઓસીની લંબાઈ ૩૪૩.૯ કિમી છે. જ્યારે જમ્મુમાં રર૪.પ કિમી એલઓસી સરહદ આવેલી છે.

ભારતીય સેના પાસે આશરે ર૦ પાકિસ્તાની પોસ્ટના વીડિયો અને તસ્વીરો છે. જ્યાંથી સીઝફાયરનું ઉલ્લંઘન થયું છે. સેનાએ આ માહિતી ડાયરેક્ટર જનરલ મિલિટ્રી ઓપરેશન્સ (ડીજીએમઓ) સાથે શેર કરી છે. ૧પ કોર્પ્સ અને ૧૬ કોર્પ્સના ટોચના અધિકારીઓ વર્તમાન પરિસ્થિતિની સંપૂર્ણ વિગતો ડીજીએમઓને આપી રહ્યાં છે. સરહદ પાર તણાવની સાથેસાથે કાશ્મીર ખીણના આંતરિક વિસ્તારોમાં પણ આતંકવાદીઓ વિરૂદ્ધ ઓપરેશન્સ ચાલુ છે. અનંતનાગમાં સેના, પેરા યુનિટ અને જમ્મુ-કાશ્મીર પોલીસની એસઓજીની ટીમ પહાડો પર સર્ચ ઓપરેશન્સ કરી રહી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh