Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આ સરકારી પહેલ હોય, અફવાઓથી ગેરમાર્ગે ન દોરાવું
ખંભાળીયા તા. ૧૮: એગ્રિસ્ટેક યોજના હેઠળ ડિજિટલ ક્રોપ સર્વેનું એઆઈ બોટ સિસ્ટમ દ્વારા વેરિફિકેશન કરાશે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખેડૂતોને ખેતર અને પાકની સચોટ માહિતી આપવા અનુરોધ કરાયો છે.
ભારત સરકારની 'એગ્રીસ્ટેક' યોજના હેઠળ ખેતીમાં આધુનિકતા લાવવાના ઉદ્દેશથી ડિજિટલ ક્રોપ સર્વેની કાર્યપ્રણાલી અમલમાં મૂકવામાં આવેલ છે. આ કાર્યને વધુ ચોક્કસ અને પારદર્શક બનાવવા માટે સરકારે એઆઈ બોટ સિસ્ટમ દ્વારા ડેટા વેરિફિકેશનની પ્રક્રિયા શરૂ કરી છે.
હાલમાં રવિ ઋતુ દરમિયાન સર્વેયરો દ્વારા ખેતરોની મુલાકાત લઈને મોબાઈલ એપ્લિકેશન દ્વારા પાકના ભૌગોલિક સ્થાન (જીઓ-ટેગ) સાથે ફોટા અને વિગતો રેકોર્ડ કરવામાં આવેલ છે. આ ડેટાની સચોટતા સુનિશ્ચિતા કરવા એઆઈ બોટનો ઉપયોગ કરવામાં આવી રહેલ છે.
ડિજિટલ ક્રોપ સર્વે પૂર્ણ થયેલા ખેડૂતોને ઓટોમેટેડ વોઈસ કોલ અથવા વોટ્સએપ મેસેજ દ્વારા સંપર્ક કરવામાં આવશે. આ કોલ અને મેસેજ દ્વારા ખેડૂતો પાસેથી તેમના ખેતર અને પાક સંબંધિત માહિતીની પુષ્ટિ કરવામાં આવશે. ખેતી નિયામકની કચેરી દ્વારા ખેડૂતોને વિનંતી કરવામાં આવી છે કે, તેઓ આવા કોલ અથવા મેસેજ પર તેમના ખેતર અને પાકની સાચી અને સચોટ માહિતી આપે. આ એક સરકારી પહેલ હોવાથી કોઈપણ પ્રકારની અફવાઓ અથવા ગેરમાર્ગે દોરનારી વાતોથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે. આ પગલું ખેતી સંબંધિત ડેટાને વધુ પારદર્શક બનાવવા અને ભવિષ્યમાં ખેડૂતોને સરકારી યોજનાઓના લાભ ઝડપથી મળી શકે તે માટે લેવાયેલ છે.
જિલ્લાના તમામ ખેડૂતોને આ ડિજિટલ પહેલમાં સક્રિય સહયોગ આપવા અને સરકારી પ્રક્રિયાઓ પ્રત્યે જાગૃત રહેવાની અપીલ જિલ્લા ખેતીવાડી અધિકારી દેવભૂમિ દ્વારકા દ્વારા કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial