Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આરોપીઓએ રૂ.દોઢ લાખ ચૂકવવું પડશે વળતરઃ
જામનગર તા. રઃ કલ્યાણપુરના મણીપુર-હાબરડી ગામના એક યુવાન પર છ વર્ષ પહેલાં પાંચ શખ્સે લાકડી, પાઈપ, ધોકાથી હુમલો કર્યાે હતો અને બે શખ્સે આ યુવાનના હાથ પકડી રાખ્યા હતા. પોલીસે રાયોટીંગ સહિતની કલમો હેઠળ ગુન્હો નોંધ્યો હતો. તે કેસ ચાલી જતાં અદાલતે ત્રણ વર્ષની સજા ફટકારી છે.
કલ્યાણપુર તાલુકાના મણીપુર-હાબરડી ગામના ભીમશીભાઈ પાલાભાઈ કંડોરીયા નામના યુવાન ગઈ તા.૧-પ-૧૮ના દિને એક લૌકિક કામ માટે જતા હતા ત્યારે હરીજનવાસ પાસે રામશી કરશન કરમુર અને દેવા કરશન કરમુર નામના બે શખ્સે રોકી લીધા હતા.
આ શખ્સોએ અમારી દીકરીને ક્યાં મૂકી આવ્યો છે તેમ પૂછતા ભીમશીભાઈએ પોતાને કંઈ જાણ નથી તેમ જણાવતા રમેશ દેવા કરમુર, રાયદે દેવા, હરદાસ સવદાસ, મેરૂ સવદાસ, રામા માલદે કરમુર નામના શખ્સોએ ધોકા, પાઈપ, લાકડીથી હુમલો કરી માર માર્યાે હતો અને રામશી કરશન તથા દેવા કરશને તેઓના હાથ પકડ્યા હતા.
હુમલામાં ફ્રેક્ચર સહિતની ઈજા પામેલા ભીમશીભાઈએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે રાયોટીંગ, ધમકી સહિતની કલમો હેઠળ ગુન્હો નોંધ્યો હતો. તે કેસ કલ્યાણપુરની કોર્ટમાં ચાલી જતા અદાલતે તમામ આરોપીને આઈપીસી ૩૨૩ના ગુન્હામાં ચાર મહિનાની સજા, રૂ.પ હજારનો દંડ, આઈપીસી ૩૨૫ના ગુન્હામાં ત્રણ વર્ષની સખત કેદ, રૂ.૧૦ હજારનો દંડ, આઈપીસી ૧૪૩માં એક મહિનાની કેદ, આઈપીસી ૧૪૭ના ગુન્હામાં છ મહિનાની કેદ, આઈપીસી ૧૪૮ના ગુન્હામાં બે વર્ષની સખત કેદ, જીપી એેકટની કલમ ૧૩૫ (૧)ના ગુન્હામાં ચાર મહિનાની કેદ અને રોકડનો દંડ ફટકાર્યાે છે. ફરિયાદીને દરેક આરોપીએ મળી સંયુક્ત રીતે રૂ.દોઢ લાખ વળતર પેટે ચૂકવી આપવા આદેશ કરાયો છે. વળતર ચૂકવવામાં ન આવે તો વધુ છ મહિનાની સજા આપવામાં આવી છે. સરકાર તરફથી વકીલ જેજે રાઘવાણી તથા મૂળ ફરિયાદી તરફથી બી.કે. ગોસાઈ રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial