Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બીજી મે ના કેદારનાથ અને ચોથી મે ના બદ્રીનાથ ધામના કપાટ ખુલશેઃ
નવી દિલ્હી તા. ૩૦: આજથી ચારધામ યાત્રાના શ્રીગણેશ થયા છે. ગંગોત્રી ધામના કપાટ ખુલ્યા છે. યમુનાની પાલખી યમુનોત્રી ધામ પહોંચી છે. કેદારનાથના કપાટ બીજી મે અને બદ્રીનાથના કપાટ ચોથી મેના ખુલશે.
આજે અક્ષય તૃતીયાના અવસર પર ભક્તો માટે ગંગોત્રી ધામના કપાટ ખોલવામાં આવ્યા હતાં. આ સાથે લગભગ ૬ મહિના સુધી ચાલનારી ચાર ધામ યાત્રા વિધિવત્ રીતે શરૂ થઈ છે. આ પહેલા આજે સવારે માતા ગંગાની પાલખી મુખવાથી ગંગોત્રી ધામ પહોંચી હતી. રાજપૂતાના રાઈફલ્સ બેન્ડના સૂરો સાથે ગંગાની પૂજા કરવામાં આવી. હેલિકોપ્ટરથી મંદિર પર પુષ્પવર્ષા કરવામાં આવી હતી. પૂજા દરમિયાન ૧ હજારથી વધુ લોકો હાજર હતાં. ઉત્તરાખંડના સીએમ પુષ્કરસિંહ ધામીએ પણ પૂજા કરી હતી.
યમુનોત્રી ધામના કપાટ સવારે ૧૧-પપ વાગ્યે ખુલ્યા પછી પહેલા દિવસે ૧૦ હજાર લોકો યમુનોત્રી આવશે. યમુનોત્રી મંદિર સમિતિના જણાવ્યા અનુસાર કપાટ ખોલવાના પહેલા દિવસે ૧૦,૦૦૦ લોકો આવવાની અપેક્ષા છે. અત્યાર સુધીમાં એક મજાર લોકો ગંગોત્રીધામમાં દર્શન માટે પહોંચી ચૂક્યા છે. માતા યમુનાની ઉત્સવ પાલખી યમુનોત્રી ધામ પહોંચી ગઈ છે.
કેદારનાથ ધામના દરવાજા બે મે ના ખુલશે અને બદ્રીનાથ ધામના દરવાજા ૪ મે ના ખુલશે. ગયા વર્ષે ભારે વરસાદને કારણે કેદારનાથ માર્ગને નુક્સાન થવાને કારણે યાત્રા ૧પ દિવસથી વધુ સમય માટે ખોરવાઈ હતી. આમ છતાં ૪૮.૧૧ લાખથી વધુ યાત્રાળુઓ અવ્યા હતાં. આ વર્ષે અત્યાર સુધીમાં ર૦ લાખથી વધુ શ્રદ્ધાળુઓએ નોંધણી કરાવી છે. આ વખતે આ આંકડો ૬૦ લાખને પાર થવાની ધારણા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial