Advertisement
Author: નોબત સમાચાર

કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની પસંદગી માટેની 'ખાસ પ્રક્રિયા'નો આરંભ

જામનગર મહાનગરપાલિકાની આગામી ચૂંટણી સંદર્ભમાં

                                                                                                                                                                                                      

જામનગર તા. ૭: ગુજરાતમાં આગામી ટૂંક સમયમાં સ્થાનિક સ્વરાજ સંસ્થાઓની ચૂંટણી યોજાનાર છે, ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના દિશાનિર્દેશ મુજબ જામનગર શહેર કોંગ્રેસ દ્વારા જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટે ઉમેદવારોની પસંદગી માટેની ખાસ પ્રક્રિયાનો આરંભ કરવામાં આવ્યો છે.

આ પ્રક્રિયા અંગેની વિગતો આપવા યોજાયેલી પત્રકાર પરિષદમાં શહેર કોંગ્રેસ પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજા (દિગુભા જાડેજા) એ જણાવ્યું હતું કે, પ્રદેશ કોંગ્રેસ દ્વારા ઉમેદવારી કરવા ઈચ્છુકો માટે પાર્ટીએ ચોક્કસ ફોર્મ નિર્ધારીત કર્યા છે. આ ફોર્મનું વિતરણ શહેર કોંગ્રેસ કાર્યાલયમાંથી તા. ૮, ૯ અને ૧૦ માર્ચે ત્રણ દિવસ માટે કરવામાં આવશે અને ત્યાં જ સ્વીકારવામાં આવશે. આ ઉપરાંત કોંગ્રેસના વોર્ડ પ્રમુખો પાસેથી પણ ફોર્મ મળી શકશે અને ભરી શકાશે.

ઈચ્છુક ઉમેદવારોના ફોર્મ મળ્યા પછી પ્રદેશ દ્વારા નિયુક્ત પ્રભારીઓ અને શહેરના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં દરેક દાવેદારને રૂબરૂ સાંભળીને પસંદગી યાદી તૈયાર કરવામાં આવશે. સમગ્ર પ્રક્રિયામાં જામનગરમાં કોંગ્રેસ સાથે વિચારસરણીથી તન-મન-ધનથી જોડાયેલા રહ્યા છે તેઓને પ્રથમ પસંદગી આપવાનો અભિગમ રહેશે.

આ તકે ઉપસ્થિત રાજ્યના પૂર્વ મંત્રી ડો. દિનેશભાઈ પરમાર તથા પ્રદેશ કોંગ્રેસના વરિષ્ઠ નેતા ભીખુભાઈ વારોતરિયાએ જણાવ્યું હતું કે, ભાજપના શાસનકાળમાં લોકશાહીના મૂલ્યોનો ધ્વંશ થઈ રહ્યો છે. ભાજપના ચૂંટાયેલા પ્રતિનિધિઓ માત્ર ભ્રષ્ટાચારમાં ગળાડૂબ છે અને શાસન-વહીવટ અધિકારીઓ ચલાવે છે.

કોંગ્રેસના જે કોઈ પ્રતિનિધિઓ ચૂંટાશે તેઓ ભ્રષ્ટાચાર દૂર કરી લોકોની સમસ્યા દૂર કરવા તથા સર્વાંગી વિકાસ કરવા કટીબદ્ધ હશે તેની પક્ષ ખાતરી આપે છે.

આ પત્રકાર પરિષદમાં પ્રદેશ પ્રતિનિધિ સહારાબેન મકવાણા, વિરોધ પક્ષના નેતા ધવલભાઈ નંદા, કોર્પોરેટરો આનંદભાઈ રાઠોડ, આનંદભાઈ ગોહિલ, યુવક કોંગ્રેસ પ્રમુખ મહિપાલસિંહ જાડેજા, એનએસયુઆઈના રવિરાજસિંહ જાડેજા, શહેર મહામંત્રી પ્રવિણભાઈ જેઠવા, પાર્થ પટેલ, ઉપસ્થિત રહ્યા હતાં. સ્વાગત પ્રવચન ભરતભાઈ વાળાએ કર્યું હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh