Advertisement
Author: નોબત સમાચાર

જામનગર જિલ્લા પોલીસની ત્રીજી આંખ રાજ્યમાં દ્વિતીય

નેત્રમ વિભાગની ત્રિમાસિક કામગીરીને ડીજીપી ડો. કે.એલ.એન. રાવે વખાણી

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨: જામનગર જિલ્લા પોલીસ વિભાગની ત્રીજી આંખ (નેત્રમ વિભાગ) ચાંપતી નજર રાખવામાં રાજ્યભરમાં રેન્કિગમાં બીજા સ્થાને આવી છે. ત્રિમાસિક કામગીરી દરમિયાન પ્રશંસનીય કામગીરી કરી હોવાથી ગુજરાત રાજ્યના ડીજીપી દ્વારા નેત્રમની ટીમને પુરસ્કૃત કરાઈ હતી.

જામનગર જિલ્લા પોલીસ વિભાગની કમાન્ડ કન્ટ્રોલ (નેત્રમ) ની ટીમ કે જેઓએ જામનગર જિલ્લામાં ત્રિમાસિક કામગીરી ના રિપોર્ટ દરમિયાન અસરકારક અને પ્રશંસનીય કામગીરી કરી હોવાથી ત્રિમાસિક ગાળાના રિપોર્ટના અનુસંધાને સમગ્ર રાજ્યમાં બીજા રેન્ક સાથે અવવલ કામગીરી કરી હોવાથી રાજ્યના ડી.જી.પી. દ્વારા જામનગર નેત્રમ વિભાગની ટીમને પુરસ્કૃત કરાયા હતા, અને જિલ્લા પોલીસવડા સહિત સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા છે.

જામનગર જિલ્લા કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરથી વિશ્વાસ પ્રોજેકટ હેઠળના 'વન નેશન, વન પ્રોગ્રામ'  પ્રોજેક્ટ હેઠળ ટ્રાફિક નિયમનો તથા શહેરમા બનતા ગુન્હાનાઓની શોધ માટેની કામગીરી કરવામા આવે છે. જેમા જામનગર 'નેત્રમ' ટીમ દવારા તા. ૦૧-૧૦-૨૫ થી તા. ૩૧-૧૨-૨૫ દરમ્યાન ત્રિમાસિક ક્વાર્ટર-૪ માં જામનગર જિલ્લા ના પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈની તથા ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક  મીત રૂદલાલની સૂચના મુજબ કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમના પો.સબ.ઇન્સ. બી.બી.સિંગલ માર્ગદર્શન મુજબ એ.એસ.આઇ. પરેશભાઇ એ.ખાણધર, પો.હેડ.કોન્સ પ્રદિપસિંહ સોઢા  તથા નેત્રમ ની ટીમની અથાગ મહેનતથી હિટ એન્ડ રનના -૨૬ કેસો, ગુમ-૦૧, ચોરી-૨૪, લુંટ-૦૨, ભયજનક રીતે વાહન ચલાવતા વાહન ચાલક વિરૂદ્ધના-૨૨૩ કેસો,  તેમજ અન્ય કેસો-૨૯ તથા કુલ ૧૭ અરજદારોને તેમનો સામાન પરત અપાવી કુલ-૩૨૩ ગુના નુ ડિટેક્શન કરી ગુજરાત રાજ્ય કક્ષાએ ડિટેક્શન કેટેગરીમાં જામનગર જિલ્લાને સમગ્ર રાજ્યમાં સેકન્ડ રેંક અપાવી હતી.

 જે પ્રશંસનીય અને અસરકારક કામગીરી કરવા બદલ ગુજરાત રાજયના ડી.જી.પી ડો. કે.એલ એન. રાવ ના હસ્તે જામનગર પોલીસ વિભાગની નેત્રમ ટીમ વતી એએસઆઇ પરેશભાઇ એ. ખાણધરને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું,

આ ઉપરાંત જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડો.રવિ મોહન સૈની દ્વારા સમગ્ર નેત્રમ ટીમને આ પ્રમાણપત્ર મેળવવા બદલ શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh