Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અવળચંડા પાકિસ્તાને ધાર્મિક સ્થળો અને હોસ્પિટલ પર હુમલા શરૃ કર્યા-ભારતીય જવાનોએ નિષ્ફળ બનાવ્યા
નવી દિલ્હી તા. ૧૦ઃ પશ્ચિમ સરહદે પાકિસ્તાને ફરી અવળચંડાઈ શરૃ કરી છે, અને જમ્મુ-કાશ્મીર તથા અમૃતસરમાં ડ્રોન-વિસ્ફોટક વડે નિષ્ફળ હુમલા કર્યા છે. ભારતના જવાનો સજ્જડ જવાબ આપી રહ્યા છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લા કેટલાક દિવસથી ભીષણ સંઘર્ષની સ્થિતિ જોવા મળી રહી છે. પહલગામમાં આતંકી હુમલા પછી ભારત તરફથી ઓપરેશન સિંદૂર શરૃ થતા પાકિસ્તાન અકળાયું છે. પાકિસ્તાનમાં ભારતની સેનાએ તબાહી મચાવ્યા પછી વિફરેલા પાકિસ્તાને પણ ભારતના સરહદી રાજ્યોમાં આડેધડ હુમલાઓ કરવાનું શરૃ કરી દીધું છે ત્યારે ભારતીય સૈન્ય દ્વારા તેનો સજ્જડ જવાબ આપવામાં આવી રહ્યો છે.
સંરક્ષણ મંત્રાલય દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર પશ્ચિમ સરહદે પાકિસ્તાને ફરી અવળચંડાઈ કરી હતી અને રાતભર હુમલા કર્યા હતાં. અમૃતસરના ખાસા કેન્ટમાં સવારે પાંચ વાગ્યાની આસપાસ પાકિસ્તાની ડ્રોન દ્વારા હુમલાનો પ્રયાસ કરાયો હતો જેને ભારતીય સૈન્ય દ્વારા નિષ્ફળ બનાવી દેવાયો હતો અને તોડી પાડવામાં આવ્યું હતું, જેની તસ્વીરો પણ શેર કરવામાં આવી હતી.
જમ્મુ-કાશ્મીરના પહલગામમાં રર તારીખે કરવામાં આવેલા આતંકવાદી હુમલા પછી ભારતે 'ઓપરેશન સિંદૂર' હાથ ધરીને ર૬ લોકોના મોતનો બદલો લીધો છે, જેમાં સર્જિકલ સ્ટ્રાઈક કરી ભારતીય સેનાએ પાકિસ્તાન અને પીઓકે મળીને કુલ ૯ આતંકવાદી ઠેકાણાઓને ધ્વસ્ત કરી દીધા હતાં. ત્યારપછી ભારત અને પાકિસ્તાન વચ્ચે સ્થિતિ નાજુક છે. એવામાં આજે સવારે પાકિસ્તાને જમ્મુના આપ શંભુ મંદિર પર ડ્રોન હુમલા કરતા ફરી તણાવ વધ્યો છે.
ભગવાન શિવને સમર્પિત આ મંદિરમાં લોકોને ખૂબ શ્રદ્ધા છે. આપ શંભુ મંદિર જમ્મુથી ૧પ કિલોમીટર દૂર રૃપનગરમાં આવેલું છે. આ હુમલામાં પાકિસ્તાનનું ડ્રોન મંદિરના દરવાજા પાસે જ પડ્યું હતું. પાકિસ્તાને ૧૦ મે ના જમ્મુમાં પ્રખ્યાત શંભુ મંદિર અને રહેણાંક વિસ્તારો જેવા ધાર્મિક સ્થળોને નિશાન બનાવીને હુમલા કર્યા હતાં. રાતભર અનેક સશસ્ત્ર ડ્રોન છોડવામાં આવ્યા છે. જેનાથી નાગરિકો અને ધાર્મિક સ્થળો જોખમમાં મૂકાયા છે. ભારતીય સશસ્ત્ર દળો સતર્ક છે અને રાષ્ટ્રની સાર્વભૌમત્વની રક્ષા કરવા માટે પ્રતિબદ્ધ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial