Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
લોહાણા સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં
ખંભાળીયા તા. પઃ ખંભાળીયાની લોહાણા સમાજની સંસ્થા સમસ્ત રઘુવંશી યુવક-યુવતી પરિચય ગ્રુપ દ્વારા તાજેતરમાં છઠ્ઠો યુવક-યુવતીઓનો ગેટ-ટુ-ગેધર "પરિચય મેળો" યોજાયો હતો.
જ્ઞાતિ ઉત્કર્ષ તથા જ્ઞાતિ એકતા અને રઘુવંશી પરિવારો નજીકથી મળે તથા વિચારોના આદાન-પ્રદાન સાથે પોતાને મનગમતા પાત્રો પસંદ થઈ શકે તે હેતુથી તાજેતરમાં જુની લોહાણા મહાજનવાડી, ખંભાળીયાના મજીઠીયા હોલમાં આ કાર્યક્રમ યોજાયો હતો.
બપોરે ૧ર.૩૦ થી ર.૩૦ ભોજન તથા ર.૩૦ થી સાંજે પાંચ વાગ્યા સુધી ગેટ-ટુ-ગેધર કાર્યક્રમ યોજાયો હતો જેમાં લોહાણા સમાજના યુવક-યુવતીઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો.
લોહાણા સમાજના આગેવાનો ધીરેનભાઈ બદીયાણી, હસમુખભાઈ દત્તાણી, રાજુભાઈ કોટેચા, મહેન્દ્રભાઈ કુંડલીયા, અનિલભાઈ છગ તથા ભીખુભાઈ મશરૂ દ્વારા આ આયોજન થયું હતું.
ખંભાળીયાના સમસ્ત રઘુવંશી યુવક-યુવતીઓ પરિચય ગ્રુપ દ્વારા આવી રીતે આયોજનપૂર્વક વ્યવસ્થિત સ્થળે પહેલા ભોજન સમારંભ પછી ગેટ-ટુ-ગેધરનો ૬ઠ્ઠો પરિચય મેળો યોજાયો હતો, જે રઘુવંશી સમાજમાં ખૂબ જ આવકારદાયક બન્યો હતો. યોગેશભાઈ મોટાણી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial