Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં કાયદો-વ્યવસ્થા જળવાય તે માટે મેજિસ્ટ્રેટશ્રી દ્વારા જાહેરનામું

હોળી-ધૂળેટીના તહેવારો દરમિયાન

                                                                                                                                                                                                      

જામનગર તા. ૩: હૂતાસણી અને ધૂળેટીના તહેવારોમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા હોય છે. આ તહેવારો દરમિયાન જાહેર જનતાની સુરક્ષા, સુલેહ-શાંતિ અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે હેતુથી જામનગરના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી એસ.એમ. કાથડ દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯પ૧ ની કલમ-૩૭(૧) હેઠળ એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

આ જાહેરનામા મુજબ તા. ૪-૩-ર૦ર૬ ના ર૪ કલાક સુધી સમગ્ર નિયત વિસ્તારમાં કોઈપણ વ્યક્તિએ અન્ય કોઈની ઈચ્છા વિરૂ:દ્ધ તેના પર રંગ છાંટવો નહીં, આ ઉપરાંત કોઈની લાગણી દુભાય તેવા શબ્દો બોલવા નહીં. સૂત્રો પોકારવા નહીં કે તેવી પત્રિકા, પ્લકાર્ડ અથવા વિચિત્ર આકૃતિઓ અને વસ્તુઓ તૈયાર કરવી નહીં કે તેનો ફેલાવો કરવો નહીં.

તંત્ર દ્વારા વધુમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, આ જાહેરનામાના કોઈપણ ખંડનો ભંગ કરનાર કે ઉલ્લંઘન કરનાર વ્યક્તિ સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. આવા કિસ્સામાં ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯પ૧ ની કલમ ૧૩પ(૧) મુજબ ઓછામાં ઓછી ચાર મહિનાની અને વધુમાં વધુ એક વર્ષ સુધીની સજાની જોગવાઈ છે. જામનગર વહીવટી તંત્ર દ્વારા તમામ નાગરિકોને કાયદાનું પાલન કરી સુરક્ષિત રીતે તહેવારોની ઉજવણી કરવા અપીલ કરવામાં આવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh