Advertisement
Author: નોબત સમાચાર

ધ્રોળ એસ.ટી. ડેપોના મેનેજર સસ્પેન્ડ

ડ્રાઈવરે જાણ કર્યા છતાં બસ રિપેર નહીં કરતા

                                                                                                                                                                                                      

ધ્રોળ તા. ર૧: ધ્રોળ એસ.ટી. ડેપોના મેનેજર રફિક શેખ સસ્પેન્ડ થયા છે. બસ રીપેરીંગમાં બેદરકારીને લઈને આ કાર્યવાહી થઈ છે. જામજોધપુર એસ.ટી. ડેપોમાં હાજર રહેવા હુકમ કરાયો છે.

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના જામનગર વિભાગ હેઠળના ધ્રોળ એસ.ટી. ડેપોમાં ફરજ બજાવતા ડેપો મેનેજર રફિક એ. શેખ સામે નિયત ફરજમાં ગંભીર બેદરકારી દાખવવામાં આવતા તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વિભાગીય યાંત્રિક ઈજનેર એમ.કે. કલોલાએ ધ્રોળ ડેપો મેનેજર રફિક શેખને સસ્પેન્ડ અંગેનો હુકમ જાહેર કર્યો છે. તેમને આગામી હુકમો ન આવે ત્યાં સુધી એસ.ટી. ડેપો જામજોધપુરમાં હાજર રહેવા માટે પણ નિર્દેશ આપવામાં આવ્યો છે.

તા. ૧૮-૭-ર૦રપ ના દ્વારકા કેન્દ્રની બસ નં. જીઆઈ-૧૮-૭૬૯૯૬ જે દ્વારકા-રાજકોટ રૂટ પર હતી તે દરમિયન બસના પાછળના ડાબી બાજુના અંદરના ટાયરમાં બ્લાસ્ટ થયો હતો, જેના કારણે બસના અંદરના પતરા તૂટી ગયા હતાં. આ બાબતે ડ્રાઈવર દ્વારા બસ રીપેરીંગ માટે ધ્રોળ ડેપો વર્કશોપમાં જાણ કરવામાં આવી હતી, પરંતુ ડેપો મેનેજર તરીકે રફિકભાઈ શેખે કોઈપણ રીપેરીંગ અથવા તકેદારીના પગલાં લીધા નહોતા. તેમજ બસને યોગ્ય રીતે તપાસ્યા વગર જ ડેપો મેનેજરે આ વાહનને ફરી રૂટ પર મોકલી આપ્યું હતું.

આ અવગણના એટલી ગંભીર હતી કે, સોશિયલ મીડિયા પર આ ઘટના અંગેની પોસ્ટ વાયરલ થઈ હતી. આ હકીકતને આધારે રફિકભાઈ શેખને જવાબદાર ગણાવી નિગમ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. ધ્રોળ ડેપો મેનેજર રફિક શેખને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેમજ સસ્પેન્ડ પિરિયડ દરમિયાન જામજોધપુર એસ.ટી. ડેપોમાં હાજર રહેવા હુકમ કરવામાં આવેલ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh