Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સાંસદ, પૂર્વમંત્રી અને નગરપાલિકાના પૂર્વ અધ્યક્ષના પ્રયાસોના કારણે
ખંભાળીયા તા. ૨૧: ખંભાળીયા-જામનગર માર્ગ પર શહેરના પ્રવેશ માર્ગે રેલવે ટ્રેક-ફાટક પર ઓવર બ્રિજ બનાવવાના કામનો અંતે આરંભ થયો છે. આ ઓવર બ્રિજના કામ માટે ટેન્ડરીંગ પ્રક્રિયા થઈ હતી. જેને પણ મહિનાઓ જેવો સમય વિતી ગયો હતો. પૂર્વ મંત્રી મૂળુભાઈ બેરા, સાંસદ પૂનમબેન માડમ, પૂર્વ ન.પા.કારોબારી ચેરમેન હીનાબેન આચાર્યના પ્રયાસો અને રજૂઆતોના કારણે રેલવેની જમીન સહિતના પ્રશ્નો હવે ઉકેલાઈ જતા કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. આગામી સમયમાં આ ફાટકનો રસ્તો કામ માટે બંધ પણ થશે. રેલવે કવાર્ટર પાસેથી આ પૂલ શરૂ થશે તથા આગળ ફાટક ઉપર થઈને વે-બ્રિજ પાસે ઉતરશે તથા બંને તરફ રસ્તા પણ થશે. ફાટક ઉપર ઓવરબ્રિજ થતા ફાટક બંધ થવાથી થતાં પ્રશ્નો પણ હલ થઈ જશે. રેલવે પસાર થાય ત્યારે ઘણો જ સમય ટ્રાફિક પૂર્વવત થવામાં વાર લાગે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial