Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકામાં ઈંગ્લીશ દારૂ:ની ૧૨૪ બોટલ સાથે જઈ રહેલા ચાર મહિલા ઝડપાયા

સનાતન સર્કલ પાસેથી મહિલાઓની અટકાયતઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૩: દ્વારકા શહેરના સનાતન સર્કલ પાસેથી ગઈકાલે બપોરે પોલીસે ઈંગ્લીશ દારૂ:ની નાની મોટી ૧૨૪ બોટલ લઈને જતાં ચાર મહિલાને પકડી પાડ્યા છે. દારૂ:નો જથ્થો તથા ચાર મોબાઈલ મળી રૂ:ા.પોણા લાખનો મુદ્દામાલ કબજે કરી લેવાયો છે.

દ્વારકા શહેરમાં આવેલા સનાતન સર્કલ પાસે ગઈકાલે બપોરે ઈંગ્લીશ દારૂ:ની હેરાફેરી થઈ રહી હોવાની બાતમી પરથી દ્વારકા પોલીસ સ્ટેશનના સ્ટાફે વોચ રાખી હતી. જેમાં ચાર મહિલાની શંકાસ્પદ હરકત પોલીસની નજરમાં આવી હતી.

રૂ:પેણ બંદર પર રહેતા હાજરાબેન રઝાકભાઈ બેતારા, ખેરૂ:નબેન ઈકબાલભાઈ શેખ ઉર્ફે સાયનબેન, ફાતમાબેન સુલ્તાનભાઈ ચંગડા તથા દ્વારકામાં ટીવી સ્ટેશન રોડ પર રહેતા હુસેનાબેન ઈકબાલભાઈ ભડેલાને રોકાવી પોલીસે તલાશી લીધી હતી.

ઉપરોક્ત ચારેય મહિલા પાસેથી ભારતીય બનાવટના અંગ્રેજી શરાબની નાની મોટી ૧ર૪ બોટલ મળી આવી હતી. પોલીસે બોટલ તેમજ ચાર મોબાઈલ મળી કુલ રૂ:ા.૭૩૨૦૦નો મુદ્દામાલ કબજે કરી ચારેય મહિલા સામે પ્રોહીબીશન એક્ટની કલમો હેઠળ ગુન્હો નોંધ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh