Advertisement
Author: નોબત સમાચાર

યાત્રાધામ દ્વારકામાં ફૂલડોલ ઉત્સવ માટે ર૦૦૦ પોલીસ જવાનોનો બંદોબસ્ત ગોઠવાયો

ટ્રાફિક મેનેજમેન્ટ માટે ફોનનો ઉપયોગ થશેઃ

                                                                                                                                                                                                      

દ્વારકા તા. ર૮: દ્વારકા યાત્રાધામમાં સૌરાષ્ટ્ર-ગુજરાત-કચ્છ સહિતના વિવિધ વિસ્તારમાંથી ભાવિકોનું ઘોડાપૂર ફૂલડોલ ઉત્સવ ઉજવવા પગપાળા રેલ, રોડ માર્ગે પધારી રહ્યા છે, ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાના માર્ગદર્શનમાં ડીવાયએસપીના વડપણમાં પીઆઈ-પીએસઆઈ સહિતના અધિકારીગણ સહિત ર૦૦૦ જેટલા પોલીસકર્મીઓનો બંદોબસ્ત ગોઠવવામાં  આવ્યો છે.

દ્વારકામાં દ્વારકાધીશ મંદિર, ગોમતી ઘાટ, છપ્પન સીડી, પૂર્વ દરવાજા સહિત શહેરના મુખ્ય રસ્તાઓ અને મુખ્ય પોઈન્ટ્સ પર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. દ્વારકા આસપાસના મુખ્ય પ્રવાસન અને ધાર્મિક સ્થળો જેવા કે શિવરાજપુર બીચ, નાગેશ્વર જ્યોતિર્લિંગ, બેટદ્વારકા સહિતના સ્થળોએ પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. જિલ્લાની એસઓજી, એલસીબી, ક્યુઆરટી, શી ટીમ, બીડીડીએસનું રાઉન્ડ ધી ક્લોક ચેકીંગ તેમજ ટ્રાફિક નિયમન માટે બંદોબસ્ત ગોઠાવવામાં આવ્યો છે. ડ્રોન કેમેરા દ્વારા ભીડ અનુસાર ટ્રાફિક નિયમન કરી દર્શનાર્થીઓ અગવડ વિના શાંતિપૂર્ણ દર્શન કરી શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે. આ ઉપરાંત સિનિયર સિટીઝન, અશક્તો માટે અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh