Advertisement
Author: નોબત સમાચાર

જામજોધપુરના સતાપરની શૈક્ષણિક સંસ્થાના સંચાલકને વીજચોરીમાં રૂ।.૬૬ લાખનો દંડ

ત્રણ ગણો દંડ ભરવા અદાલતનો હુકમઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૩: જામજોધપુરના સતાપરમાં આવેલી એક શૈક્ષણિક સંસ્થામાં સવા બે વર્ષ પહેલા કરાયેલા વીજ ચેકીંગમાં રૂ।.૨૧,૪૪,૨૫૬ની વીજચોરી મળી આવી હતી. આ ફોજદારી કેસ અદાલતમાં ચાલી જતા અદાલતે રૂ।.૬૬,૩૨,૭૭૯નો દંડ ભરવા અન્યથા એક વર્ષની કેદનો હુકમ કર્યાે છે. જામજોધુરના સતાપર ગામમાં આવેલી હેરમા એકેડેમીમાં વર્ષ ૨૦૨૩માં ડિસેમ્બર મહિનામાં વીજ કંપનીની ચેકીંગ ટૂકડીએ કરેલી ચકાસણીમાં વીજ મીટરને બાયપાસ કરી વીજચોરી કરાતી હોવાનું બહાર આવ્યું હતું.

ત્યારપછી એકેડેમીના જયદીપસિંહ હેરમા સામે જીયુવીએનએલ પોલીસમાં વીજચોરીનો ગુન્હો નોંધાવાયો હતો અને રૂ।.ર૧,૪૪,૨૫૬ની વીજ ચોરીનો આક્ષેપ કરાયો હતો. આ કેસ ચાલી જતાં અદાલતે સરકારી વકીલ રાજેશ વશીયરની દલીલ ગ્રાહ્ય રાખી એકેડેમીના સંચાલકને વીજચોરીની રકમનો ત્રણ ગણો એટલે કે રૂ।.૬૬,૩૨,૭૭૯નો દંડ ભરવા હુકમ કરાયો છે. દંડ ભરવામાં ન આવે તો એક વર્ષની કેદની સજા ફટકારાઈ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh