Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દિવંગત અને વયોવૃદ્ધ ટ્રસ્ટીઓના સ્થાને
જામનગર તા. ર૪: શ્રી સમસ્ત સ્થા. જૈન સંઘ જામનગરના સર્વે ફીરકાઓ (જ્ઞાતિઓ) શ્રી વિશા શ્રીમાળી લોકાગચ્છ કુંવરજી પક્ષ જ્ઞાતિ, શ્રી હાલાર વિશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન સમાજ, શ્રી દશાશ્રીમાળી લાણી સંસ્થા (રાજગોર ફળી), શ્રી દશા શ્રીમાળી વણિક મંડળ (કામદાર વાડી), શ્રી સ્થાનકવાસી જૈન ખત્રી સમાજ, શ્રી સ્થાનકવાસી જૈન ઓશવાળ સમાજના દરેક પરિવારજનોને જણાવવાનું કે શ્રી સંઘની કમિટીમાં અમુક ટ્રસ્ટીઓ ઉંમરના કારણે તથા વર્ષોથી સંઘની સેવા કરતા શારીરિક ક્ષમતા ઘણી ઓછી થવાથી પોતાની સેવા આપવા શસક્ત નથી અને અમુક ટ્રસ્ટીઓ સ્વર્ગસ્થ થયા છે, તેથી એક નવી સંઘના ટ્રસ્ટીઓની કમિટી તૈયાર કરવાનું વર્તમાનના કમિટી મેમ્બરોએ નક્કી કરેલ છે. નવી કમિટીની રચના કરવી જેમાં ધર્મપ્રેમી શ્રાવક-શ્રાવિકાને સામાયિક આવડતી હોય, યુવાન હોય અને સંઘને/શાસનને ઉપયોગી થવાની ભાવના હોય, જેમાં સંતોના ચોમાસા, આયંબીલની ઓળી નક્કી કરવી, શેષકાળમાં સંતોને વિનંતી કરવી, સાધુ-સંતોની વૈયાવચ્ય કરવા સહિતની બાબતે શ્રી સ્થાનકવાસી જૈન સંઘના જે કોઈ શ્રાવક/શ્રાવિકા પોતાનું યોગદાન આપવા માગતા હોય તેમણે પોતાનું નામ લખાવી શકે તે માટે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે. આ મિટિંગ તા. રપ-૧-ર૦ર૬, રવિવારના સવારે ૧૧ થી ૧ર શ્રી એમ.પી. શાહ કોલેજ, હેમલતાબા સંકુલમાં રાખવામાં આવી છે. મિટિંગમાં સંઘની કમિટીની વ્યવસ્થિત રચના પણ કરવામાં આવશે. જેથી આગામી ચાતુર્માસમાં નવી કમિટીને સેવાનો લાભ મળે. મિટિંગ પછી હેમલતાબા સંકુલમાં ગૌતમ-પ્રસાદનો લાભ આપવા શ્રી સ્થાનકવાસી જૈન સંઘ કમિટીના દિપકભાઈ શાહ (મંત્રી) દ્વારા જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial