Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બાવરીવાસમાંથી દેશી દારૂની ભઠ્ઠી મળી આવીઃ
જામનગર તા. ૩૧: કાલાવડના પીડબલ્યુડી સર્કલ પાસેથી પોલીસે મતવા ગામના શખ્સને ઈંગ્લીશ દારૂના એક ચપલા સાથે પકડી પાડ્યો છે. જામનગરમાં દિગ્જામ વુલન મીલ રોડ પર એક ઝૂંપડામાંથી પોલીસે દેશી દારૂની ભઠ્ઠી કબજે કરી છે અને બે સ્થળેથી આથો મળી આવ્યો છે.
કાલાવડ શહેરના પીડબલ્યુડી સર્કલ પાસેથી ગઈકાલે પસાર થઈ રહેલા જામનગર તાલુકાના મતવા ગામના પિયુષ નાગજીભાઈ ધામેલીયા નામના શખ્સને પોલીસે શકના આધારે રોકાવી ચેક કરતા તેની પાસેથી ઈંગ્લીશ દારૂનું ચપલુ મળી આવ્યંુ હતું. પોલીસે ચપલુ કબજે કરી પિયુષની ધરપકડ કરી છે.
જામનગરના દિગ્જામ વુલન મીલ રોડ પર જોગણીનગરમાં ધનવંતીબેન સુરજ ડાભી નામના મહિલાના ઝૂંપડામાં ગઈકાલે સિટી સી ડિવિઝનના સ્ટાફે દરોડો પાડતા ત્યાંથી દેશી દારૂની ભઠ્ઠી સાંપડી હતી. સ્થળ પરથી પચ્ચાસ લીટર આથો, તૈયાર દારૂ, ભઠ્ઠીના સાધનો કબજે કરાયા હતા.
નજીકમાં આવેલા ખુલ્લા ફાટક નજીકના બાવરીવાસમાં આશાબેન બંસીભાઈ ડાભીના ઝૂંપડામાંથી ૧૦૦ લીટર આથો મળી આવ્યો હતો. જ્યારે પરમેશ્વરી બિરજુ કોળીના ઝૂંપડામાંથી પોલીસે ૨૦ લીટર આથો ઝબ્બે લીધો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial