Advertisement
Author: નોબત સમાચાર

રાષ્ટ્રીય રોબોટિક સ્પર્ધામાં જામનગર પોલિટેકનિકના ૨૦ વિદ્યાર્થીઓએ લીધો ભાગઃ સરકારી કોલેજનું ગૌરવ

ચારેય ટીમોએ પ્રથમ રાઉન્ડમાં સૌને પ્રભાવિત કર્યા

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૩: તાજેતરમાં ગાંધીનગર સ્થિત ઈન્ટરનેશનલ ઓટોમોબાઈલ ઓફ એકસલન્સમાં ભારતની સૌથી મોટી રોબોટિક સ્પર્ધા રોબો ફેસ્ટ-૫.૦નો પ્રથમ રાઉન્ડ પ્રૂફ ઓફ કોન્સેપ્ટ યોજાયો હતો.

આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે સરકારી પોલિટેકનિક કોલેજ જામનગરના ઈલેકટ્રોનિક એ ન્ડ કોમ્યુનિકેશન વિભાગની ૪ ટીમ તથા મિકેનીકલ વિભાગની એક ટીમ મળી કુલ પાંચ ટીમના ૨૦ વિદ્યાર્થીઓે પસંદગી પામ્યા હતા. આ પ્રથમ રાઉન્ડમાં સિલેકટ થવા બદલ દરેક ટીમને ૨૫ હજાર મુજબ કુલ એક લાખ ૨૫ હજારની રકમ ઈનામ સ્વરૂપે મળી છે. તાજેતરમાં તા. ૧૨-૧-૨૬ના આ પ્રથમ રાઉન્ડ સ્પર્ધાનું પરિણામ જાહેર થયું છે. તેમાં પાંચમાંથી ચાર ટીમો ફાયનલ રાઉન્ડ માટે પસંદગી પામી છે. આ ફાયનલ ટીમને ટીમ દીઠ રૂ।. એક લાખ મુજબ કુલ રૂ।. ૪ લાખ મળ્યા છે.

આ ચારેય ટીમોએ સ્પર્ધાના પ્રથમ રાઉન્ડમાં ભુલ ભુલૈયામાંથી જાતે બહાર નીકળતા અને એ.આઈ. આધારિત ટ્રેક ઉપર ઓટોમેટિક દોડતો રોબોટ બનાવી જાહેર પ્રદર્શન કરીને નિર્ણાયકોને પ્રભાવિત કર્યા હતા.

ગત વર્ષે પણ આ સ્પર્ધાની ફાયનલમાં વિભાગની ટીમ પહોંચી હતી. અને ત્રીજા રેન્ક સાથે સાડા સાત લાખનું ઈનામ જીત્યું હતું. ખ્યાતનામ રોબોટીક સ્પર્ધામાં ભાગ લઈ જીતીને આવેલ એ સરકારી પોલીટેકનિક કોલેજ જામનગર માટે ગૌરવપૂર્ણ બાબત છે. આ સફળતા માટે કોલેજના પ્રિન્સીપાલ તથા વિભાગીય વડા દ્વારા તમામ ટીમને અભિનંદન પાઠવ્યા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh