Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના ટેબલ ટેનિસના બે ખેલાડીની પસંદગી

ગુજરાત એક્સેલન્સ સેન્ટર માટે

                                                                                                                                                                                                      

જામનગર તા. ૩: ગુજરાત સરકારના એક્સેલન્સ સેન્ટર (સુરત) માટે જામનગર જિલ્લા ટેબલ ટેનિસ એસોસિએશનના બે પ્રતિભાશાળી ખેલાડી જનમેજયસિંહ જાડેજા તથા યજ્ઞેશ પરમારની પસંદગી કરવામાં આવી છે.

આ એક્સેલેન્સ સેન્ટરમાં ગુજરાતના વરિષ્ઠ કોચના માર્ગદર્શન હેઠળ ખેલાડીઓને આંતરરાષ્ટ્રીય સ્તર માટે તૈયાર કરવામાં આવે છે. ખેલાડીઓની ટેકનિક, ફિટનેસ અને મેચ ટેમ્પરામેન્ટ વિકસાવવા માટે ગુજરાત સરકાર દ્વારા ચાઈનીઝ કોચની પણ નિમણૂક કરવામાં આવી છે, જે રાજ્યના ટોચના ખેલાડીઓને વૈશ્વિક સ્તરની તાલીમ પૂરી પાડશે.

ગુજરાતના અંદાજે ૩૦ ખેલાડીઓ કડક પસંદગી પ્રક્રિયા દ્વારા આ એડવાન્સ ટ્રેનિંગ માટે પસંદ કરવામાં આવ્યા છે. તેમાં જામનગરના બે ખેલાડીનો સમાવેશ થવો શહેર અને જિલ્લાના રમત ગમત જગત માટે ગૌરવની વાત છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh