Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરની પ્રજાપતિ સમાજની વાડીમાં
જામનગર તા. ૬: સૂર્યવંશી એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયુષ્માન કાર્ડ તથા બી.પી.-ડાયાબિટીસ અંગે નિદાન કેમ્પ પ્રજાપતિ સમાજની વાડી-નવાગામ (ઘેડ)માં યોજવામાં આવ્યો હતો. ટ્રસ્ટના સ્થાપક સુભાષભાઈ ગુજરાતીના માતૃશ્રીની શ્રદ્ધાંજલિ નિમિત્તે આ કેમ્પ રાખવામાં આવ્યો હતો.
જેમાં આયુષ્માન કાર્ડ, બાળકોના નવા આધાર કાર્ડ, આધાર કાર્ડમાં મોબાઈલ નંબર અપડેટ કરવા તથા બી.પી.- ડાયાબિટીસનું નિદાન કરવામાં આવ્યું હતું. કેમ્પમાં જેએમસીના ડી.પી.ઓ, પોસ્ટ ઓફિસના સ્ટાફ, જામ્યુકોના શહેરી આરોગ્ય કેન્દ્રના ડો. કિંજલબેન ઘેડીયાની ટીમનો સહયોગ પ્રાપ્ત થયો હતો.
કેમ્પમાં મુખ્ય મહેમાન તરીકે પ્રજાપતિ સમાજના પ્રમુખ લલિતભાઈ ફટાણીયાની ટીમ, પટેલ અનુભાઈ ગઢકાઈ, જસ્મીનભાઈ ધોળકિયા, પૃથ્વીરાજસિંહ ઝાલા, વોર્ડ નં. ૪ના ઉપપ્રમુખ ઉપેન્દ્રસિંહ રાણા, વિમલભાઈ ગઢવી, વિગેરે ઉપસ્થિત રહ્યા હતાં. કેમ્પને સફળ બનાવવા સુભાષભાઈ ગુજરાતી, ટ્રસ્ટના મહિલા પ્રમુખ પ્રજ્ઞાબેન ગુજરાતી, પ્રમુખ જયેશભાઈ કંટારિયા, મંત્રી નરેશભાઈ રાઠોડ અને તેમની ટીમે જહેમત ઉઠાવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial