Advertisement
Author: નોબત સમાચાર

જામનગર શહેરમાં રખડતા ઢોરના પ્રશ્ને જાગૃત નાગરિકની છેક રાષ્ટ્રપતિ સુધી રજૂઆત

જામનગર મહાનગરપાલિકાનું અંધેર તંત્રઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૮: જામનગરના સંજયભાઈ દોઢિયા નામના એક જાગૃત નાગરિકે જામનગર શહેરમાં રખડતા ઢોરના ત્રાસની સમસ્યાનો કોઈ કાયમી ઉકેલ લાવવામાં મહાનગરપાલિકા તંત્ર સદંતર નિષ્ફળ ગયું હોવાનું જણાવી છેક ભારતના રાષ્ટ્રપતિને તથા અન્ય ઉચ્ચ પદાધિકારીઓ, અધિકારીઓને આવેદનપત્ર પાઠવી ઢોરના ત્રાસમાંથી નગરજનોને મુક્ત કરવા રજૂઆત કરી છે.

અનેક વર્ષોથી જામનગરના જાહેર માર્ગો ઉપર જુદી જુદી જગ્યાએ રડખતા ઢોર અડિંગો જમાવી બેઠા હોય છે અને જાહેર રસ્તાઓ કે શેરીઓમાં મળમૂત્ર કરી ગંદકી પણ કરતા હોય છે, તેમજ માર્ગ ઉપર ટ્રાફિકમાં અડચણરૂપ હોય છે જે સ્વીકૃત હકીકત છે.

અનેક વખત આ રખડતા ઢોરના કારણે વાહન અકસ્માત બન્યાનું પણ પ્રકાશમાં આવેલ છે. રખડતા ઢોર દ્વારા ઢીંકે ચડાવવાના કે રખડતા ઢોર દ્વારા મા મારી લેવા અંગેના અનેક બનાવ ભૂતકાળમાં બનેલ છે અને આવા બનાવોથી ભૂતકાળમાં નાગરિકોને ઈજાઓ પણ થયેલ છે. આમ છતાં આ અંગે મહાનગરપાલિકાના તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લઈને રખડતા ઢોરની સમસ્યા કાયમીધોરણે દૂર કરવા માટે નક્કર પગલાં લેવામાં આવતા નથી અથવા તો આ સમસ્યાનો કાયમી સ્વરૂપે નિકાલ કરવામાં જામનગર મહાનગરપાલિકા નિષ્ફળ ગયેલ છે. રખડતા ઢોરના ત્રાસ અંગે અનેક વખત જુદા જુદા શીર્ષક હેઠળ જામનગરના અખબારોમાં ફોટોગ્રાફ્સ સાથેના સમાચાર પણ પ્રસિદ્ધ થયેલા છે.

આ રખડતા ઢોરો જુદા જુદા જાહેર માર્ગો ઉપર ટ્રાફિકમાં અડચણરૂપ થતા હોય તથા જાહેર માર્ગો ઉપર રખડતા ઢોરોના કારણે જાહેર આરોગ્ય તથા સુખાકારીને નુક્સાન પહોંચવાની પૂરેપૂરી શક્યતાઓ રહેલી હોય, જે હકીકત ધ્યાને લઈને જાહેર હિતમાં આ રજૂઆત મળ્યેથી દિવસ-૧૦ મા સમગ્ર શહેરના તમામ જાહેર માર્ગો ઉપરથી રખડતા ઢોરોનો ત્રાસ દૂર કરાવવા અંગેની જરૂરી કાર્યવાહી પૂર્ણ કરાવી આપવા વિનંતી છે. જો તેમ કરવામાં તંત્ર નિષ્ફળ જશે તો નાછૂટકે જામનગર મહાનગર પાલિકાની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની ફરજ પડશે અને તેમાંથી નિપજતા તમામ પરિણામોની ખર્ચ સહિતની જવાબદારી જામનગર મહાનગરપાલિકાના શિરે રહેશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh