Advertisement
Author: નોબત સમાચાર

નાની ખાવડી પાસે સર્વિસ સ્ટેશનમાં ઘૂસી જઈ ત્રણ શખ્સે ખંભાળિયાના યુવાનને ધોકાવ્યો

પાઈપ, ઢીકાપાટુથી માર મારી ધમકી આપીઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૦: જામનગરના સિક્કા નજીકના નાની ખાવડી ગામમાં એક સર્વિસ સ્ટેશનમાં ગઈકાલે ઘૂસી ગયેલા ત્રણ શખ્સે ત્યાં કામ કરતા ખંભાળિયાના યુવાનને પાઈપ-ઢીકાપાટુથી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા સિકકા પોલીસ મથકમાં ફરિયાદ કરવામાં આવી છે.

ખંભાળિયા શહેરમાં તાલુકા પંચાયત કચેરી પાછળ રહેતા ઋતુરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા નામના યુવાન તથા અન્ય વ્યક્તિઓ ગઈકાલે બપોરે જામનગર તાલુકાના નાની ખાવડી ગામમાં પાયલ ધાર પાસે બાલાજી નામના સર્વિસ સ્ટેશનમાં કામ પર હતા ત્યારે ત્યાં ખંભાળિયા તાલુકાના વડત્રા ગામના હરદેવસિંહ અજીતસિંહ જાડેજા, અર્જુનસિંહ નામના બે શખ્સ ધસી આવ્યા હતા.

આ શખ્સોએ સર્વિસ સ્ટેશનમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરી ઋતુરાજસિંહ પર હુમલો કર્યાે હતો. આ શખ્સોએ પાઈપથી માર માર્યાે હતો અને સાથે રહેલા અજાણ્યા શખ્સે ઢીકાપાટુ વરસાવ્યા હતા. ગાળો ભાંડ્યા પછી આ વખતે તને જવા દઈએ છીએ, બીજી વખત હાથમાં આવીશ તો પતાવી દઈશું તેવી ધમકી આપી હતી. ઋતુરાજસિંહે સિક્કા પોલીસ સ્ટેશનમાં તેની ફરિયાદ નોંધાવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh