Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જે લોકોમાં શ્રદ્ધા નથી, તેમનું ત્યાં શું કામ છે?: વકફ બોર્ડના અધ્યક્ષ
દહેરાદૂન તા. ર૮: ઉત્તરાખંડના ચાર ધામમાં પરિસ્થિતિ સ્પષ્ટ થઈ છે, અને હવે ફક્ત હિન્દુઓ, શીખો, બૌદ્ધો, જૈનોને જ પ્રવેશ મળશે. આ અંગે વકફ બોર્ડના વડા શાદાબ શમ્સે આ નિર્ણયને ટેકો આપતા કહ્યું હતું કે, જે લોકો શ્રદ્ધા રાખતા નથી તેમનું ત્યાં શું કામ છે?
બીકેટીસી એ ગંગોત્રી મંદિર સમિતિ સાથે મળીને ઉત્તરાખંડના ચાર ધામમાં બિન-હિન્દુઓના પ્રવેશ અંગે પરિસ્થિતિ સ્પષ્ટ કરી છે. હિન્દુઓ સાથે શીખો, જૈનો અને બૌદ્ધોને પણ પ્રવેશની મંજુરી આપવામાં આવશે.
ઉત્તરાખંડ વકફ બોર્ડના અધ્યક્ષ શાદાબ શમ્સે નિર્ણયને યોગ્ય ઠેરવતા કહ્યું, જે લોકોમાં શ્રદ્ધા નથી તેમનું ત્યાં શું કામ છે?
બીકેટીસીના પ્રુમખ હેમંત દ્વિવેદીએ જણાવ્યું હતું કે, કેદારનાથ અને બદ્રીનાથ મંદિરો પિકનિક સ્પોટ નથી, પરંતુ સનાતન પરંપરાના સર્વોચ્ચ આધ્યાત્મિક કેન્દ્રો છે. બંધારણના અનુચ્છેદ રપ મા સ્પષ્ટપણે જણાવાયું છે કે, શીખ, જૈન અને બૌદ્ધ સનાતન પરંપરાનો ભાગ છે. અનુચ્છેદ ર૬ આપણને આપણને આપણી ધાર્મિક પરંપરાઓ અને પૂજા પ્રથાઓનું રક્ષણ કરવાનો અધિકાર આપે છે. આ નિર્ણય કોઈની વિરૂદ્ધ નથી, પરંતુ સદીઓ જુની શ્રદ્ધા, શિસ્ત અને શુદ્ધતાને જાળવવા માટે છે.
ઉત્તરાખંડમાં હજારો સ્થળો પર્યટન માટે ખુલ્લા છે, તેથી મંદિરોની ઓળખ બદલવી એ શ્રદ્ધા સાથે અન્યાય થશે. સનાતન પરંપરામાં માનનારાઓ તેમની શ્રદ્ધા અનુસાર આગળ વધી શકે છે, પરંતુ મંદિરોની મૂળ ધાર્મિક ઓળખ સાથે સમાધાન કરી શકાતું નથી.
ગંગોત્રી મંદિર સમિતિના પ્રમુખ સુરેશ સેમવાલે જણાવ્યું હતું કે, હિન્દુઓ ઉપરાંત શીખ સમુદાયના સભ્યો પણ મુલાકાત લઈ શકે છે. હિન્દુ ધર્મમાં શ્રદ્ધા ધરાવતા અને હિન્દુ ધર્મનો આદર કરનારાઓ પણ મુલાકાત લઈ શકે છે.
ધાર્મિક સંગઠનોએ બિન-હિન્દુઓ માટે પ્રવેશ પર પ્રતિબંધનું સ્વાગત કર્યું છે. શ્રી કેદાર સભા અને શ્રી ડિમરી ધાર્મિક કેન્દ્રિય પંચાયત સહિત તમામ સનાતન ધર્મ અનુયાયીઓએ સમર્થન વ્યક્ત કર્યું. શ્રી ગંગોત્રી અને શ્રી યમુનોત્રી મંદિર સમિતિઓએ મંદિરમાં બિન-હિન્દુઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવાનો ઠરાવ પસાર કર્યો છે.
બીકેટીસીના પ્રમુખ હેમંત દ્વિવેદીએ જણાવ્યું હતુંકે, બિન-હિન્દુઓને હંમેશાં મંદિરમાં પ્રવેશવા પર પ્રતિબંધ છે. આ કોઈ નવો નિયમ નથી, પરંતુ સદીઓ જુની પરંપરાનું ઔપચારીક પાલન છે. આ કોઈ ધર્મનો વિરોધ કરવાનો વિષય નથી, તે ફક્ત એક પ્રશ્ન છે કે કોઈ વ્યક્તિ આ પરંપરામાં માને છે કે નહીં. વિદેશીઓ કે અશ્રદ્ધાળુઓનો પ્રવેશ અહીં ક્યારેય પ્રચલિત રહ્યો નથી. પુરોહિત પ્રણાલી દીક્ષા અને સંપ્રદાય પર આધારિત રહી છે.
મસ્જિદમાં પ્રાર્થના માટે આવશ્યક્તાઓ છે, અને ચર્ચમાં ધાર્મિક વિધિઓ પર મર્યાદાઓ છે. દરેક ધર્મને પોતાની પવિત્રતા અને શિસ્ત નક્કી કરવાનો અધિકાર છે. અદાલતોએ સ્પષ્ટ કર્યું છે કે મંદિર પ્રવેશ એ સામાન્ય નાગરિક અધિકાર નથી, પરંતુ ધાર્મિક આચરણનો વિષય છે.
દેહરાદૂન ઉત્તરાખંડ વકફ બોર્ડના અધ્યક્ષ શાદાબ શમ્સે ચારધામમાં બિન-હિન્દુઓના પ્રવેશને યોગ્ય ઠેરવ્યો છે. તેમણે કહ્યું કે, ચારધામમાં દેવી-દેવતાઓમાં શ્રદ્ધા ન રાખનારાઓનું શું કામ છે. તેમણે કહ્યું કે ભારતની સનાતન સંસ્કૃતિ પર સમગ્ર વિશ્વમાં હુમલો થઈ રહ્યો છે, તેથી તેને જાળવવા માટે કડક પગલાં લેવા જરૂરી છે. મંગળવારે દેહરાદૂનમાં યુસીસીની પ્રથમ વર્ષગાંઠ પર આયોજિત કાર્યક્રમ દરમિયાન મીડિયા સાથે વાત કરતા તેમણે કહ્યું કે, બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી અને યમુનોત્રી ધામ સનાતન આસ્થાના કેન્દ્રો છે, જેમને દેવી-દેવતાઓમાં શ્રદ્ધા નથી, તેમના માટે અહીં આવવું જરૂરી નથી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial