Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઐસા તો સોચા ભી નહીં થા... એ ક્યા ઔર ક્યું હો રહા?
નવી દિલ્હી તા. રરઃ ગઈકાલે અચાનક જ સમી સાંજે રમાચાર આવ્યા કે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે નાદુરસ્ત તબિયતનું કારણ દર્શાવીને ઉપરાષ્ટ્રપતિ પદ્દેથી રાજીનામું આપી દીધું છે. આ રાજીનામાનો રાષ્ટ્રપતિને ઉદ્દેશીને લખેલો પત્ર પણ તેઓએ સોશિયલ મીડિયામાં મૂક્યો છે. તેઓનું રાજીનામું સંસદ ચોમાસું સત્ર શરૃ થવાના પહેલા દિવસે જ અચાનક પડ્યું હોવાથી અટકળોનું બજાર પણ ગરમ છે.
તેઓની તબિયત ચાલુ કાર્યક્રમ દરમિયાન જ માર્ચ મહિનામાં લથડી હતી અને એઈમ્સમાં લઈ જવાયા હતાં, તે હકીકત છે, અને નાદુરસ્ત તબિયતનું કારણ સુસંગત છે, પરંતુ તેઓના તાજેતરના નિવેદનો જોતા તેઓની સામે રજૂ થયેલ અવિશ્વાસની (મહાભિયોગની માગણી?) દરખાસ્ત અને કોઈ ગુપ્ત આંતરિક વ્યથાને કારણે પણ તેઓએ સંસદના પ્રથમ દિવસે અચાનક રાજીનામું ધરી દીધું હોવાની અટકળો પણ થઈ રહી છે. ઉપરાષ્ટ્રપતિ ધનખડના રાજીનામા પછી વિપક્ષના નેતાઓના નિવેદનો સૌ પ્રથમ આવવા લાગ્યા, અને તે પછી તેઓની પ્રશંસા કરતા ઘણાં નિવેદન વિવિધ રાજકીય પક્ષોના નેતાઓ તથા સાંસદો દ્વારા આવ્યા, પરંતુ હકીકતે શું કારણ હશે, તે તો ખુદ ધનખડજી જ બતાવી શકે ને?
તેઓ અવારનવાર જ્યુડિશ્યરીના સંસદની કાર્યવાહી અને નિર્ણયોમાં હસ્તક્ષેપની ટીકા કરતા રહેતા હતાં અને જરૃર પડ્યે શાસકપક્ષને પણ આયનો બતાવતા હતાં, અને વિપક્ષોને પણ ટપારતા રહેતા હતાં, જો કે તેઓના વ્યક્તિગત રીતે તમામ નેતાઓ, સરકાર તથા સંઘ સાથે સુમેળભર્યા હતાં.
હજી ગઈકાલે જ 'નોબત'ના તંત્રીલેખમાં તેઓના હોદ્દાનો સંકેત આપીને તેઓનું બંધારણીય પદ પર રહીને આપેલું નિવેદન સંદર્ભિત રીતે પ્રસ્તુત કર્યું હતું અને એ તો સોચા ભી નહીં થા, યે ક્યા ઔર ક્યું હો રહા હૈ! તેવા સવાલો વહેતા કરાયા હતાં, જે ગઈકાલે જ સાંજે સર્જાયેલા ઘટનાક્રમો સાથે યોગાનુયોગ સુસંગત થઈ ગયા છે. ઈશ્વર ધનખડનું સ્વાસ્થ્ય સારૃ રાખે, દીર્ઘાયુષ્ય બક્ષે અને માર્ગદર્શન મળતું રહે, તેવું પ્રાર્થીએ.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial