Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જોલીબંગલા પાસે વાહન અકસ્માત પછી બબાલઃ ફોટો પાડવાના મુદ્દે બઘડાટીઃ
જામનગર તા. પઃ જામનગરના ધરારનગરમાં એક યુવાન પર પૈસાની ઉઘરાણીના મામલે બે શખ્સે હુમલો કર્યાે હતો. જ્યારે સગાઈના ફોટા પાડવાના પ્રશ્ને એક યુવકને ત્રણ શખ્સે માર માર્યાે હતો. જોલીબંગલા પાસે વાહન ટકરાઈ જવાના પ્રશ્ને એક યુવાનની પાછળ મોટો પથ્થર ઉપાડી એક શખ્સે દોટ મૂકી હતી. તેનો વીડિયો વાયરલ થયો છે. છૂટાછેડાનો ખાર રાખી ધ્રોલમાં મહિલા પર ધોકાથી પતિ તૂટી પડ્યો હતો સગાઈ તોડી નાખનાર યુવક તેના માતા-પિતા, બહેનને બે શખ્સે માર માર્યાે હતો.
જામનગરના ૫ંચવટી વિસ્તારમાં પ્રભુકૃપા સોસાયટી નજીક વસવાટ કરતા હાજીભાઈ ઉમરભાઈ સોતા નામના આસામી ગઈકાલે સાંજે ધરારનગર-ર વિસ્તારમાં નઝીરભાઈ સાથે એક હોટલે ચા પીવા ગયા હતા. ત્યારે હુસેન ઉર્ફે ચોર તથા જાવિદ જમાલ લંઘા નામના બે શખ્સ આવ્યા હતા.
આ શખ્સોમાંથી હુસેન ચોરે તારી પાસે માંગુ છું તે પૈસા આપી દે તેમ કહ્યા પછી હાજીભાઈએ મારે પૈસા લેવાના છે તેમ કહેતા ઉશ્કેરાયેલા હુસેન તથા જાવિદે ગાળો ભાંડ્યા પછી હુસેને છરીથી હુમલો કરી ઈજા પહોંચાડી હતી. વચ્ચે પડનાર નઝીરને ઢીકાપાટુથી માર મારવામાં આવ્યો હતો.
જામનગરના ગુલાબનગર વિસ્તારમાં આવેલા રામવાડી ની શેરી નં.રમાં રહેતા સાવન સુનિલભાઈ જાટીયાએ પોતાની સગાઈના ફોટા પાડવા માટે ફેનીલ સોમૈયાને કહ્યું હતું પરંતુ ફેનીલ જવાબ આપતો ન હતો. તેથી સાવને ફોન કર્યા હતા. તે પછી ખોડિયારકોલોની પાસે બોલાવી ફેનીલ તેમજ તેના મિત્ર કૃષ્ણરાજ, અર્પિતે બોલાચાલી કર્યા પછી ગાળો ભાંડી સાવન તથા તેમના મીત્ર પર હુમલો કરી ઢીકાપાટુથી માર માર્યાે હતો.
જામનગરના નવાનાગના ગામમાં રહેતા ભગવાનજી સુરેશભાઈ નકુમ નામના યુવાન ગઈકાલે સવારે જોલી બંગલા પાસેથી પોતાના બાઈકપર જતા હતા ત્યારે મહેશ પ્રવીણભાઈ ખાનીયા નામના શખ્સના સ્કૂટરને તેઓનું બાઈક અડકી જતા બોલાચાલી પછી મહેશે ગાળો ભાંડી ફડાકા ઝીંક્યા હતા અને ત્યાં પડેલો એક મોટો પથ્થર ઉપાડી મહેશે દોટ મૂકતા ભગવાનજી જીવ બચાવવા માટે દોડી ગયો હતો. આ બનાવનો વીડિયો પણ વાયરલ થયો છે. આ બાબતની સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભગવાનજી નકુમે ફરિયાદ નોંધાવી છે.
ધ્રોલના ચામુંડા પ્લોટમાં વસવાટ કરતા આમનાબેન નોબે (ઉ.વ.૪૧) નામના મહિલાએ થોડા સમય પહેલાં પતિ અનવર નુરમામદ નોબે પાસેથી છૂટાછેડા મેળવ્યા હતા. તેનો ખાર રાખી ગઈરાત્રે એકાદ વાગ્યે જ્યારે આમનાબેન પોતાના ઘરે સૂતા હતા ત્યારે ધોકા સાથે ધસી આવેલા પૂર્વ પતિ અનવરે હુમલો કરી આ મહિલાને માર માર્યાે હતો.
જામનગરના ખોજાનાકા પાસે ખાઈ ફળીમાં રહેતા એજાઝ કાદર બ્લોચની થોડા સમય પહેલાં ટીટોડી વાડીમાં વસવાટ કરતા કામીલ જાન મામદ બ્લોચની ફઈની દીકરી સાથે સગાઈ થઈ હતી. તે સંબંધ એજાઝ દ્વારા તોડી નાખવામાં આવતા ખાર રાખી શનિવારે રાત્રે ખોજાનાકા પાસે બાઈક પર જતા એજાઝને સામે કામીલ મળ્યો હતો. તે પછી એજાઝના ઘરે ધસી ગયેલા કામીલ તથા ઈમ્તિયાઝ કુરેશી નામના બે શખ્સે ગાળો ભાંડી ઢીકાપાટુ, પાઈપથી હુમલો કર્યાે હતો. વચ્ચે પડનાર એજાઝના માતા, બહેન અને પિતાને પણ માર મારી ધમકી અપાઈ હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial