Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વચ્ચે પડનાર આ યુવાનના પત્ની તથા બહેનને પણ માર પડ્યોઃ
જામનગર તા. ૨૦ : જામનગરના બેડેશ્વરમાં આવેલા પાણાખાણમાં એક યુવાને પ્રેમલગ્ન કરતા નારાજ થયેલા યુવતીના પિતા સહિતના ચાર વ્યક્તિએ ગઈકાલે આ યુવાનને ફટકારવા ઉપરાંત તેની પત્ની તથા બહેનને પણ માર માર્યાે હતો.
જામનગરના બેડેશ્વર વિસ્તારમાં ગરીબનગર પાણાખાણમાં રહેતા ફરીદ મામદભાઈ બુચડ નામના યુવાને થોડા સમય પહેલાં એક યુવતી સાથે તેણીના પરિવારની વિરૂદ્ધ જઈને પ્રેમલગ્ન કરી લીધા હતા. ત્યારથી યુવતીના પરિવારજનોને માઠું લાગ્યું હતું.
તે દરમિયાન ગઈકાલે સવારે આઠેક વાગ્યે ફરીદભાઈ જ્યારે ઢીંચડા રીંગરોડ પર હતા ત્યારે ગરીબનગર પાણાખાણમાં જ રહેતા અબ્દુલ શરીફ કકલ, અકરમ ઉર્ફે જહાંગીર, અબ્દુલ શરીફ, જાહિર અબ્દુલ ચૌહાણ, ફારૂક ચાવડા નામના ચાર શખ્સ ધસી આવ્યા હતા.
આ શખ્સોએ ટોમીથી હુમલો કરી ફરીદને ફટકાર્યાે હતો. તે પછી ફરીદના ઘર પાસે જઈ ફરીથી તેને રોકી લઈ માર મારવા ઉપરાંત અકરમે છરીથી ઈજા પહોંચાડી હતી. આ શખ્સોએ ઘરના દરવાજામાં ધોકા-પાઈપના ફટકા માર્યા હતા. અકરમે પેટમાં પાટુ મારી ફરીદના પત્નીને પથ્થર પણ ઝીંકયો હતો અને અબ્દુલ શરીફે વચ્ચે પડનાર નસીમાબેનને પથ્થર ફટકાર્યાે હતો. આ બાબતની સિટી બી ડિવિઝનમાં ફરિયાદ કરાઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial