Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભાટિયા પાસેના રણજીતપુર ગામે ગોરિયા પરિવાર આયોજિત શિવ કથામાં
ભાટિયા તા. ૩૦: ભાટિયા પાસે રણજીતપુરમાં અંકલેશ્વર મહાદેવ મંદિરના પાવન સાનિધ્યમાં સ્વ. રાયસીભાઈ મારખીભાઈ ગોરિયાના પુત્ર જીતેન્દ્રભાઈ (લાલાભાઈ) ગોરિયા તથા પરિવારજનો દ્વારા ધવલભાઈ શાસ્ત્રીના વ્યાસાસને શિવકથા યોજવામાં આવી હતી.
આ શિવકથાનો શ્રવણ લાભ લેવા તાલુકા-જિલ્લા તથા હાલારમાંથી હજારો શ્રદ્ધાળુઓ આવ્યા હતાં. સંસદસભ્ય, રાજ્યના મંત્રી, પૂર્વ મંત્રી, આહિર સમાજના આગેવાનો, વિવિધ સમાજ-જ્ઞાતિના આગેવાનો, સંતો-મહંતો, વગેરે ઉપસ્થિત રહ્યા હતાં. કથાના આયોજક પરિવારના લાલાભાઈ ગોરિયા, મિતલબેન ગોરિયા તેમજ મેરામણભાઈના હસ્તે મહેમાનું સ્વાગત-સન્માન કરાયું હતું.
આ કથામાં હરિદ્વારમાં નિર્માણ થનાર આહિર સમાજના ભવન માટે યજમાન પરિવારના વડીલ સ્વ. જેઠાભાઈ દેવાભાઈ ગોરિયા પરિવારે કથાના પ્રથમ દિવસે જ રૂ. સવા કરોડનો ફાળો નોંધાવ્યો હતો. ત્યારપછી શિવકથાના નવ દિવસ દરમિયાન કુલ રૂ. ૧૦ કરોડ, ૮૯ લાખ, ૪૪ હજાર ૪૪૪ નો ફાળો નોંધાયો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial