Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સુતારીયાના મહિલાનું આંચકી આવ્યા પછી મૃત્યુઃ
જામનગર તા. ૫: ઓખાના દરિયામાં માછીમારી માટે ગયેલી એક બોટમાં આરામ કરી રહેલા એક વૃદ્ધ માછીમારને આંચકી અથવા હૃદયરોગનો હુમલો આવી જતાં તેઓનંુ મૃત્યુ નિપજ્યું છે. જ્યારે ખંભાળિયાના સુતારીયા ગામમાં આંચકીની બીમારીના કારણે બેશુદ્ધ બની ગયેલા મહિલા પર કાળનો પંજો પડ્યો છે.
ઓખાના આર.કે. બંદર પર માછીમારી માટે આવીને રહેતા મૂળ નવસારી જિલ્લાના જલાલપુર તાલુકાના વતની રમેશભાઈ ભુલાભાઈ હડપતી (ઉ.વ.૬૧) નામના વૃદ્ધ ગઈકાલે સાંજે મદની ક્રુશવા નામની બોટમાં માછીમારી માટે દરિયામાં ગયા પછી બોટની કેબીનમાં આરામ કરતા હતા ત્યારે તેઓને ખેંચ કે આંચકી અથવા હાર્ટએટેક આવી જતા તેઓનંુ મૃત્યુ નિપજ્યાનું સાથી માછીમાર રાજેશ નટવરભાઈ ટંડેલે પોલીસમાં જાહેર કર્યું છે. ઓખા મરીન પોલીસે અપમૃત્યુ અંગે નોંધ કરી છે.
ખંભાળિયા તાલુકાના સુતારીયા ગામના સવિતાબેન કેશુરભાઈ ચૌહાણ નામના ત્રીસ વર્ષના મહિલાને દસેક વર્ષથી ખેંચની બીમારી લાગુ પડી હતી. તેઓને સારવાર અપાવવામાં આવતી હતી. તે દરમિયાન ગઈકાલે સવારે આ મહિલાને ખેંચ આવી જતાં તેઓ બેભાન બની ગયા હતા. સારવાર માટે હોસ્પિટલ ખસેડાયેલા સવિતાબેનનું મૃત્યુ નિપજ્યું છે. કેશુભાઈ ધનાભાઈ ચૌહાણે પોલીસને તેની જાણ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial