Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આરોપી સુલેમાન ખાને ફાર્મ હાઉસમાં ગૂપ્ત રીતે જંગી જથ્થો છુપાવ્યો હતો
નવી દિલ્હી તા. ૨૬: પ્રજાસત્તાક દિવસની ઉજવણી પૂર્વે રાજસ્થાનમાંથી ૧૦૦૦૦ કિલો વિસ્ફોટક પકડતાતાં હડકંપ મચ્યો છે અને આ જથ્થો મોટી આતંકી ઘટના માટે રખાયો હોવાની આશંકા સાથે ઉંડી તપાસ શરૂ થઈ છે.
રાજસ્થાનમાં ગણતંત્ર દિવસ (૨૬ જાન્યુઆરી) પૂર્વે સુરક્ષા એજન્સીઓએ મોટી સફળતા મેળવી છે. નાગૌર જિલ્લામાં પોલીસે દરોડો પાડીને અત્યાર સુધીનો સૌથી મોટો ગેરકાયદે વિસ્ફોટક જથ્થો ઝડપી પાડ્યો છે.
પ્રજાસત્તાક પર્વની સુરક્ષાને ધ્યાનમાં રાખીને રાજસ્થાન પોલીસ હાઈ એલર્ટ પર હોઈ, નાગૌર જિલ્લાના થાવલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસની ડિસ્ટ્રિક્ટ સ્પેશિયલ ટીમ અને સ્થાનિક પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું.
હરસૌર ગામમાં એક ફાર્મ હાઉસ પર દરોડો પાડીને પોલીસે આશરે ૧૦૦૦૦ કિલોગ્રામ (૯૫૫૦ કિગ્રા) ગેરકાયદે એમોનિયમ નાઈટ્રેટ જપ્ત કર્યું છે. રાજ્યમાં વિસ્ફોટકોની આ અત્યાર સુધીની સૌથી મોટી રિકવરી માનવામાં આવે છે.
પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી સુલેમાન ખાને તેના ફાર્મ હાઉસમાં બનેલા એક મકાનમાં આ વિસ્ફોટક જથ્થો અત્યંત ગુપ્ત રીતે છુપાવ્યો હતો. દરોડા દરમિયાન પોલીસને ૧૮૭ કટ્ટા (કોથળા) માં ભરેલું એમોનિયમ નાઈટ્રેટ મળી આવ્યું હતું.
આ ઉપરાંત, વિસ્ફોટ કરવા માટે વપરાતા અન્ય સાધનો પણ જપ્ત કરાયા છે, જેમાં: ૯ કાર્ટન ડેટોનેટર, ૧૨ કાર્ટન અને ૧૫ બંડલ વાદળી ફ્યુઝ વાયર, ૧૨ કાર્ટન અને ૫ બંડલ લાલ ફ્યુઝ વાયર મળી આવ્યા છે. ધરપકડ કરાયેલ આરોપી સુલેમાન ખાન હરસૌર ગામનો જ રહેવાસી છે. નાગૌર એસપી મૃદુલ કચ્છવાએ જણાવ્યું કે સુલેમાન સામે અગાઉ પણ ગેરકાયદે વિસ્ફોટકો રાખવાના ૩ ગુના નોંધાયેલા છે.
પ્રાથમિક પૂછપરછમાં તેણે જણાવ્યું કે તે ખાણકામ (માઈનીંગ) પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા લોકોને આ વિસ્ફોટકો સપ્લાય કરતો હતો. જોકે, પ્રજાસત્તાક દિવસ પૂર્વે આટલો મોટો જથ્થો મળવો એ ગંભીર બાબત છે.
ઉલ્લેખનિય છે કે, એમોનિયમ નાઈટ્રેટ એ અત્યંત ઘાતક વિસ્ફોટક છે, જેનો ઉપયોગ અગાઉ અનેક આતંકી હુમલાઓમાં થયો છે. નવેમ્બર ૨૦૨૫માં દિલ્હીના લાલ કિલ્લા પાસે થયેલા ધમાકામાં પણ આ પ્રકારના વિસ્ફોટકોનો ઉપયોગ થયો હતો. આ બાબતની ગંભીરતાને જોતા રાજસ્થાન પોલીસે કેન્દ્રીય તપાસ એજન્સીઓને જાણ કરી છે. હવે એજન્સીઓ એ તપાસ કરશે કે શું આ જથ્થાનો ઉપયોગ કોઈ મોટી આતંકી સાજિશમાં કરવાનો હતો કે કેમ.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial