Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દર વર્ષની જેમ આ વર્ષે પણ આગામી તા. ર૬ જાન્યુઆરીએ
જામનગર તા. રરઃ ગમે તેવા વિકટ સમય કે કપરી પરિસ્થિતિમાં જામનગરવાસીઓના આંગણે વર્તમાનપત્ર પહોંચાડતા જામનગરના અખબારી વિતરકો વર્ષના ૩૬પ દિવસમાંથી માત્ર બે દિવસ જ આરામ કરે છે. સદાય વિતરકો માટે કાર્યરત સંસ્થા જામનગર ન્યૂઝ પેપર મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વખતે પણ સતત ર૬ મા વર્ષે સભ્યો માટે તારીખ ર૬, ર૭ ના પ્રવાસનું આયોજન કર્યું છે. તારીખ ર૬ ના સાંજે ૭-૩૦ વાગ્યે જામનગરના ત્રણબત્તી ચોકમાંથી આબુ અંબાજી સુધીના પ્રવાસનું આયોજન કરાયું છે. વહેલો તે પહેલાના ધોરણે પ્રવાસમાં જોડાવા માગતા સભ્યોએ કે.પી. જાડેજાનો સંપર્ક કરવો. પ્રમુખ એલ.પી. જાડેજા (૯૮ર૪ર ૪૮૩૭૩), ઉપપ્રમુખ દિનેશ ચોખલિયા મો. ૯૪૨૮૭ ૨૭૬૪૮, મંત્રી સુરેશ રૂપારેલ (૯૭ર૩૬ ૯૦૧૮પ), માજી પ્રમુખ કે.પી. જાડેજા (૯૩ર૮૧ ૦૪૧૮ર), આ. પ્રમુખ દિલાવરભાઈ બ્લોચ (૬૩પપ૪ રપર૧પ) પાસેથી પ્રવાસ અંગેની વધુ વિગતો મળી શકશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial