Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભીમરાણાના યુવાને નશાના બદલે જિંદગી મૂકી દીધીઃ
જામનગર તા. ૩: ઓખામંડળના મીઠાપુર નજીકના ભીમરાણામાં રહેતા એક દેવીપૂજક યુવાનને વળગેલી દારૂનો નશો કરવાની આદતને છોડી દેવા પરિવારજનોએ સમજાવતા માઠું લાગી આવવાથી આ યુવાને રવિવારે રાત્રે સુરજકરાડીમાં રેલવે ટ્રેક પરથી પસાર થતી એક ટ્રેન હેઠળ ઝંપલાવી લઈ જિંદગીનો અંત આણી લીધો છે. પોલીસે મૃતકના પિતાનું નિવેદન નોંધ્યું છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખામંડળમાં આવેલા મીઠાપુર નજીકના ભીમરાણા ગામમાં રેલવે ફાટક પાસે રહેતા રઘુભાઈ મહેશભાઈ બલદાણીયા ઉર્ફે વિસાણભાઈ દેવીપૂજક (ઉ.વ.૨૬) નામના યુવાને રવિવારે રાત્રે દસેક વાગ્યે સુરજકરાડીમાં આશાપુરા સોસાયટી પાછળ આવેલા રેલવે ટ્રેક પરથી પસાર થતી એક ટ્રેન આડે ઝંપલાવી લીધુ હતું.
આ યુવાનનું ટ્રેનના તોતિંગ એન્જીનની ટક્કર વાગવાથી માથા સહિતના શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજા થતાં મૃત્યુ નિપજ્યું છે. આ બનાવની તેમના પિતા મહેશભાઈ લખમણભાઈ બલદાણીયાએ પોલીસને જાણ કરી છે.
દોડી આવેલી મીઠાપુર પોલીસે મૃતદેહનો કબજો સંભાળી મહેશભાઈનું નિવેદન નોંધ્યું છે. જેમાં તેઓએ જણાવ્યા મુજબ તેમનો પુત્ર રઘુભાઈ છેલ્લા એકાદ વર્ષથી દારૂનો નશો કરવાની આદત ધરાવતો હતો. આ યુવાનને પરિવારજનોએ દારૂ મૂકી દેવાનું કહેતા માઠું લાગી આવવાથી તેણે આત્મહત્યાનું પગલું ભરી લીધુ છે. પોલીસે અપમૃત્યુ અંગે નોંધ કરી તપાસ હાથ ધરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial