Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બાઈકને જીપે ટક્કર મારીઃ
જામનગર તા. ૩૧: ભાણવડ તાલુકાના શિવા ગામના પાટીયા પાસેથી બાઈક પર પસાર થઈ રહેલા એક આદિવાસી યુવાનને ફૂલસ્પીડમાં ધસી આવેલી જીપે ટક્કર મારતા ઘવાયેલા આ યુવાનનું મૃત્યુ નિપજયું છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના શિવા ગામના પાટીયા પાસેથી મોટરસાયકલ પર ભંવરસિંગ છીતરીયાભાઈ ચૌહાણ નામના સાડત્રીસ વર્ષના આદિવાસી યુવાન પસાર થઈ રહ્યા હતા.
આ યુવાનના બાઈકને પુરપાટ ઝડપે પસાર થયેલી એક જીપે ઠોકર મારી દેતા રોડ પર ફંગોળાઈ ગયેલા આ યુવાનનંુ ગંભીર ઈજા થવાથી મૃત્યુ નિપજ્યું છે. બનાવની જાણ થતાં ભાણવડ પોલીસ ધસી ગઈ હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial