Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભાજપ જિલ્લા મહામંત્રી દ્વારા
ખંભાળીયા તા. ૫ઃ દ્વારકા ફૂલડોલ ઉત્સવમાં રોજ હજારો પદયાત્રીઓ જતા હોય, રસ્તા પરના કેમ્પમાં તથા પગપાળા જતા યાત્રિકોના રસ્તા પર ઠેર ઠેર પ્લાસ્ટિકની બોટલો તથા નકામી ચીજોના ઢગલા થઈ ગયા હોય, તથા કચરો, ગંદકી થઈ ગયા હોય, દ્વારકા જિલ્લા ભાજપના મહામંત્રી તથા ભરવાડ યુવા અગ્રણી રાજુભાઈ સરસીયાના મનમાં સ્વચ્છતા તથા સફાઈ અભિયાનનો વિચાર આવતા તેમણે યુવા કાર્યકરો સાથે શરૂ કરેલું સફાઈ અભિયાન ભારે આવકારદાયક બન્યું છે.
રાયપુરના વીરાબાપુની જગ્યાના મહંત હીપાબાપુના સેવા કેમ્પ તથા આસપાસના વિસ્તારોમાં સફાઈ અભિયાન શરૂ કરીને ઢગલાબંધ નકામી ચીજો એકઠી કરીને તથા પ્લાસ્ટિકની બોટલો થેલીઓનો નાશ કરીને પદયાત્રીઓને સ્વચ્છતાનો સંદેશ સાથે પ્લાસ્ટિક મૂક્ત સેવાનો સંદેશ પણ આ અગ્રણી દ્વારા આપવામાં આવ્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial