Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બચાવ પક્ષે સુપ્રિમ કોર્ટના ચૂકાદાઓ ટાંક્યા
જામનગર તા. ર૭: જાહેર રોડ પર બેફિકરાઈથી વાહન ચલાવી લોકોના જીવન પર જોખમ ઊભું કરવાના ગુન્હામાં ઓક્ટોબર-ર૦રપ માં પકડાયેલા આરોપીનો જામનગરની અદાલતમાં નિર્દોષ છૂટકારો થયો છે.
આ કેસની વિગત એવી છે કે, દરેડ ગોલાઈ નજીક પોતાનું એક્ટિવા અત્યંત પૂરઝડપે માનવજિંદગી જોખમાય તેવી રીતે ચલાવીને જતા પકડાયેલા હોવાના આરોપ સાથે મેહુલભાઈ લક્ષ્મણભાઈ પરમાર સામે પંચ 'બી' ડિવિઝન પોલીસ સ્ટેશન, જામનગરમાં ગુન્હો નોંધાયો હતો, અને બીએનએસએની નોટીસ આપી અદાલતમાં ચાર્જશીટ મૂકાયું હતું. તે પછી જામનગરના ૧૦મા એડિશનલ ચીફ જ્યુડિશ્યલ મેજિસ્ટ્રેટની અદાલતમાં સુનાવણી થઈ હતી.
આ કેસમાં તબક્કાવાર થયેલી વિસ્તૃત સુનાવણી દરમિયાન આરોપીએ પોતે નિર્દોષ હોવાનું નિવેદન આપ્યા પછી ફરિયાદી અને પંચસાહેદોને તપાસવામાં આવ્યાહતાં.
સુનાવણી દરમિયાન બચાવ પક્ષના વકીલોએ આરોપીના બચાવમાં ધારદાર દલીલો કરી હતી. આ દરમિયાન સુપ્રિમ કોર્ટના વિવિધ ચૂકાદાઓ પણ ટાંકવામાં આવ્યા હતાં તથા પુરાવાના બોજા અંગે ભૂતકાળમાં એક કેસમાં સર્વોચ્ચ અદાલતે આપેલા માર્ગદર્શનનો સંદર્ભ પણ રજૂ કરાયો હતો.
આ ઉપરાંત ઉલટતપાસ દરમિયાન એ પૂરવાર થયું હતું કે, ફરિયાદપક્ષ ગુન્હો નિઃશંકપણે સાબિત કરી શક્યો નથી. આરોપી પર મૂકાયેલા તહોમત મુજબ મોટર વ્હીકલ એક્ટના રૂલ્સ રેગ્યુલેશન અને નોટિફિકેશનનો ભંગ થયો હોવાનું પણ શંકારહિત રીતે પૂરવાર થયું નહીં હોવાની દલીલો કરાઈ હતી.
આ તમામ સુનાવણી અને દલીલો પછી જામનગરના ૧૦ મા એડિશનલ જ્યુડિશ્યલ મેેજિસ્ટ્રેટ શ્રી સંજીવકુમાર સાહેબે આરોપી મેહુલભાઈ લક્ષ્મણભાઈ પરમારને શંકાનો લાભ આપીને નિર્દોષ છોડી મૂકવાનો હુકમ કર્યો હતો. આરોપી તરફથી એડવોકેટ્સ જયદીપ એમ. સોમૈયા અને વિનોદકુમાર એ. કોટેચા રોકાયા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial