Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મૃતકની ઓળખ મેળવવા તપાસ હાથ ધરાઈઃ
જામનગર તા. ૨: જામનગરના વાલકેશ્વરીનગરી વિસ્તારમાંથી શુક્રવારની રાત્રે ચાલીસેક વર્ષની વયના એક અજાણ્યા મહિલા માથામાં ઈજા પામેલી હાલતમાં બેશુદ્ધ અવસ્થામાં મળી આવ્યા હતા તેઓનું મૃત્યુ નિપજ્યું છે. પોલીસે મૃતકની ઓળખ મેળવવા તપાસ શરૂ કરી છે.
જામનગરના વાલકેશ્વરીનગરી વિસ્તારમાં આવેલી આદર્શ હોસ્પિટલ નજીકથી ગયા શુક્રવારની રાત્રે એકાદ વાગ્યે ચાલીસેક વર્ષની વયના લાગતા એક અજાણ્યા મહિલા માથામાં ઈજા પામેલી હાલતમાં અને બેશુદ્ધ અવસ્થામાં મળી આવ્યા હતા.
આ મહિલાને સારવાર માટે હોસ્પિટલ ખસેડવાની તજવીજ કરાઈ હતી પરંતુ કોઈ રીતે ગંભીર ઈજા પામેલા આ મહિલાનું મૃત્યુ નિપજ્યું છે. સામાજિક કાર્યકર હિતેશગીરી ગોસાઈએ પોલીસને જાણ કરી છે. પોલીસે મૃતદેહને પી.એમ. માટે ખસેડી આ મહિલાની ઓળખ મેળવવા તપાસ શરૂ કરી છે. મૃતકના શરીર પર સફેદ રંગનો કાળા ટપકાવાળો ડ્રેસ ધારણ કરેલો છે. મૃતક મધ્યમ બાંધો અને ઘઉંવર્ણાે વાન ધરાવતા હતા. આ મહિલા અંગે કોઈને જાણકારી હોય તો તેઓએ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન-૬૩૬૯૬ ૨૯૩૫૩ અથવા જમાદાર જાવેદ વજગોર-૯૬૨૪૭ ૩૭૬૦૧નો સંપર્ક કરવો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial