Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે લંડનમાં
લંડન તા. ૨૪: વડાપ્રધાન મોદી લંડન પહોંચ્યા છે. જયાં ભારત-બ્રિટન વચ્ચે આજે મૂકત વ્યાપારની ઐતિહાસિક સમજૂતિ થશે. જે બન્ને દેશો માટે ફાયદાકારક બનશે.
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બ્રિટનની મુલાકાતે છે. આ મહત્ત્વપૂર્ણ મુલાકાત દરમિયાન ભારત અને બ્રિટન આજે ફ્રી ટ્રેડ એગ્રિમેન્ટ સાઈન કરશે. આ કરાર સત્તાવાર રૂપે કમ્પ્રેસિવ ઈકોનોમિક એન્ડ ટ્રેડ એગ્રીમેન્ટ (સીઈટીએ) તરીકે ઓળખાય છે. તેનો ઉદ્દેશ ૨૦૩૦ સુધી ભારત-યુકે વેપારને બમણો કરી ૧૨૦ અબજ ડોલરે પહોંચાડવાનો છે. જોકે આ કરારની જાહેરાત પહેલાથી જ કરવામાં આવી હતી.
ભારત અને યુકે વચ્ચેનો મુક્ત વેપાર કરાર ભારત માટે ખૂબ જ ફાયદાકારક છે. આ કરાર દ્વારા ભારતને યુકેના મોટા બજારમાં સરળતાથી પહોંચ મળશે. આનાથી ભારતના ઉત્પાદનો અને સેવાઓ માટે નવા રસ્તાઓ ખુલશે.
આ કરારનો મુખ્ય ઉદ્દેશ્ય ૨૦૩૦ સુધીમાં ભારત અને યુકે વચ્ચેના વેપારને બમણો કરીને ૧૨૦ અબજ અમેરિકી ડોલર સુધી પહોંચાડવાનો છે. આમાં સામાન, સેવાઓ, નવી ટેકનોલોજી, સરકારી ખરીદી જેવા ઘણાં મહત્ત્વના મુદ્દાઓ પર ચર્ચા ચાલી રહી છે.
બીજી તરફ, યુકેની વ્હિસ્કી, કાર, કોસ્મેટિક્સ અને ખાદ્ય ઉત્પાદનો પર ભારતમાં લાગતી ડ્યુટી (શુલ્ક) ઓછી થશે. આ ઉપરાંત, આ ડીલ પછી ભારતીય પ્રોફેશનલ્સને યુકેમાં કામ કરવા માટે વિઝા નિયમોમાં છૂટ મળવાની આશા છે, જેનાથી તેમની પ્રતિભાને વૈશ્વિક મંચ પર ચમકવાનો મોકો મળશે. આ ડીલ બંને દેશોની અર્થવ્યવસ્થાને ગતિ આપશે અને નોકરીઓનું સર્જન કરશે, જેનાથી ભારત અને યુકે વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારી વધુ મજબૂત બનશે. ભારતમાં ઘણી નવી નોકરીઓ ઊભી થશે. દેશમાં વિદેશી રોકાણ વધશે. ભારતીય અર્થતંત્રને ઝડપી ગતિ મળશે. ભારતીય વ્યાવસાયિકોને વિશ્વભરમાં પોતાની પ્રતિભા દર્શાવવાની તક મળશે.
આ કરાર ભારત માટે એક ઐતિહાસિક અને પરિવર્તનકારી પગલું સાબિત થશે, જે યુકેના વિશાળ બજારમાં ભારતીય વ્યવસાયોને નવી તકો પૂરી પાડશે. ભારત અને યુકે વચ્ચેના મુક્ત વ્યાપાર કરાર (એફટીએ)થી ભારતને ખૂબ મોટો ફાયદો થશે. હાલમાં યુકેમાં ભારતની વસ્તુઓ પર ૪% થી ૧૬% સુધીની ડ્યુટી લાગે છે, જે હવે ૯૯% વસ્તુઓ પર શૂન્ય થઈ જશે. આનાથી કપડા, ચામડું, જૂતા, રમકડાં, દરિયાઈ ઉત્પાદનો, રત્ન-આભૂષણ, ઓટો કમ્પોનન્ટ્સ અને ઇલેક્ટ્રિક વાહનો જેવા ક્ષેત્રોને મોટો લાભ મળશે.
આ ઉપરાંત, સામાજિક સુરક્ષા કરાર હેઠળ, ભારતીય કામદારોને બ્રિટનમાં ત્રણ વર્ષ સુધી સોશિયલ સિક્યોરિટી આપવી પડશે નહીં, જેનાથી કંપનીઓ અને કામદારોને વાર્ષિક આશરે ૪,૦૦૦ કરોડની બચત થશે. ભારતીય શેફ, યોગ પ્રશિક્ષકો, સંગીતકારો અને અન્ય પ્રોફેશનલ્સને હંગામી વિઝા મળશે, જેનાથી સેવા ક્ષેત્રને પ્રોત્સાહન મળશે.
આ ડીલથી બ્રિટનને પણ ઘણો ફાયદો થશે, કારણ કે ભારતમાં તેની ૯૦% વસ્તુઓ પર લાગતી ડ્યુટી નાબૂદ થઈ જશે. સ્કોચ વ્હિસ્કી અને જિન પરની ૧૫૦% જકાત આગામી ૧૦ વર્ષમાં પહેલા ૭૫% અને પછી ૪૦% સુધી ઘટશે. કાર પરની ડ્યુટી ૧૦૦% થી ઘટીને ૧૦% થઈ જશે. આ ઉપરાંત, કોસ્મેટિક્સ, ચોકલેટ, બિસ્કિટ, સેલ્મોન ફીશ અને મેડિકલ ડિવાઇસ જેવા ઉત્પાદનોને પણ રાહત મળશે.
તેમજ બ્રિટનના ઓટોમોબાઈલ, એરોસ્પેસ અને મશીનરી સેક્ટરને ફાયદો થશે. બ્રિટને ભારતમાં ૩૬ અબજનું રોકાણ પહેલેથી જ કર્યું છે અને હવે મેન્યુફેક્ચરિંગ, ઓટોમોબાઈલ અને ઇલેક્ટ્રિક મોબિલિટીમાં નવા રોકાણની અપેક્ષા છે. આ સાથે, બ્રિટિશ ગ્રાહકોને ભારતીય ઉત્પાદનો સસ્તા મળશે.
ભારતમાં વ્હિસ્કી, બીયર, મોંઘી કાર, બિસ્કિટ, એરોસ્પેસ મશીનરી, કોસ્મેટિક્સ, ચોકલેટ, નાસ્તા, સોફ્ટ ડ્રિંક્સ, મટન, સેલ્મોન, ચામડું, જૂતા અને રમકડાંના ભાવમાં ઘટાડો થશે.
વડાપ્રધાન મોદીની લંડન મુલાકાત દરમિયાન, ભારત અને યુકે વચ્ચે ઈન્ડિયા-યુકે ૨૦૩૫ વિઝન પણ લોન્ચ કરવામાં આવશે. એવું માનવામાં આવે છે કે આ વિઝન ઝડપથી બદલાતા વૈશ્વિક યુગમાં ભારત અને યુકે વચ્ચેના સંબંધોને નવી ઊંચાઈઓ પર લઈ જશે. ઈન્ડિયા-યુકે ૨૦૩૫ વિઝનનો મહત્વાકાંક્ષી નવો અભિગમ વેપાર ઉપરાંત સમૃદ્ધિ અને નવીનતાને વેગ આપશે. આ ઉપરાંત, તે સંરક્ષણ સહયોગને વધુ ગાઢ બનાવવા, આબોહવા પરિવર્તનનો સામનો કરવા અને શૈક્ષણિક સંબંધોને પ્રોત્સાહન આપવા માટે ભારત-યુકેની પરસ્પર પ્રતિબદ્ધતાને મજબૂત બનાવશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial