Advertisement
Author: નોબત સમાચાર

દેવભૂમિ દ્વારકા જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠકઃ જરૂરી માર્ગદર્શન

નિવાસી અધિક કલેક્ટરની અધ્યક્ષતામાં

                                                                                                                                                                                                      

ખંભાળિયા તા. ૨: દેવભૂમિ દ્વારકા જિલ્લા માર્ગ સલામતી સમિતિની જાન્યુઆરી ર૦ર૬ માસની બેઠક નિવાસી અધિક કલેક્ટર ભૂપેશ જોટાણિયાની અધ્યક્ષતામાં જિલ્લા સેવા સદન, ખંભાળિયામાં યોજાઈ હતી.

બેઠકમાં જાન્યુઆરી માસને રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણી અંતર્ગત હેલ્મેટ વિતરણ, રેડિયમ રિફ્લેક્ટિવ ટેપ ડ્રાઈવ, રોડ સેફ્ટી સંદેશવાળા પતંગોના વિતરણ, સેલ્ફી પોઈન્ટ વિગેરે દ્વારા માર્ગ સલામતી જાગૃતિ માટેના આયોજનોની વિગતોથી સભ્યશ્રીઓ માહિતગાર કરવામાં આવ્યા હતાં.

વધુમાં માર્ગ સલામતી માસ અંતર્ગત 'સડક સુરક્ષા જીવન રક્ષા' થીમ આધારિત આગામી સમયમાં થનાર આયોજનોની ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં જિલ્લામાં માર્ગ સલામતીની પરિસ્થિતિની સમિક્ષા કરીને જરૂરી માર્ગદર્શન અપાયું હતું, તેમજ અકસ્માત નિવારણ માટે જૃરી પગલાં લેવા સંબંધિત અધિકારીઓને તાકીદ કરવામાં આવી હતી.

આ બેઠકમાં પ્રાંત અધિકારી અમલ આવતે, કે.કે. કરમટા, નાયબ પોલીસ અધિક્ષક વિસ્મય માનસેતા અને સમિતિના અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યા હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh