Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સ્વદેશી ચીજવસ્તુઓનો ઉપયોગ વધારી આત્મનિર્ભર બનીએઃ કલેકટર રાજેશ તન્ના
ખંભાળિયા તા. ૨૬: દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેકટર રાજેશ તન્નાના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાના ૭૭મા પ્રજાસત્તાક પર્વની ભાણવડમાં ભવ્યાતિભવ્ય ઉજવણી થઈ હતી. જેમાં ધ્વજવંદન અને સંબોધન પછી જિલ્લામાં ઉત્કૃષ્ટ કામગીરી કરનારા અધિકારીઓ તથા કર્મચારીઓને અને જિલ્લાને ગૌરવાન્વિત કરનારા વિદ્યાર્થીઓને સન્માનિત કરાયા હતાં. પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં શ્રેષ્ઠ ટેબલો, શ્રેષ્ઠ પરેડ, સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રસ્તુતિ કરનાર સહભાગીઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતાં.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડમાં જિલ્લા કક્ષાના ૭૭માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી જિલ્લા કલેકટર રાજેશ તન્નાની અધ્યક્ષતામાં કરવામાં આવી હતી. જિલ્લા કલેકટર રાજેશ તન્નાએ ધ્વજવંદન કરી રાષ્ટ્રની શાન સમા રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. જિલ્લા કલેકટર રાજેશ તન્નાએ પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળા સાથે પરેડ નિરીક્ષણ કર્યું હતું.
પ્રજાસત્તાક પર્વ નિમિત્તે દેવભૂમિ દ્વારકા જિલ્લાવાસીઓને શુભેચ્છાઓ પાઠવતા જિલ્લા કલેકટર રાજેશ તન્નાએ જણાવ્યું હતું કે, આપણી ભારતભૂમિ મહાત્મા ગાંધી અને સરદાર પટેલ સહિત રાષ્ટ્રની મહામૂલી આઝાદી માટે પોતાનું બલિદાન આપનારા લડવૈયાઓની ધરતી છે. જેમના બલિદાનો પછી આપણને સ્વંતત્રતા મળી છે ત્યારે આવા સ્વાતંત્ર્યવીરોને આજે આપણે નમન કરી તેઓની શહાદતને યાદ કરીએ છીએ. વર્ષ ૧૯૫૦માં આપણા ભારત દેશે પોતાનું આગવું બંધારણ સ્વીકારી પ્રજાનું સુશાસન પ્રાપ્ત કર્યુ તેની ગરીમાની ગાથા ગર્વભેર ગાવાનો આ પવિત્ર અવસર છે. વધુમાં કલેકટરશ્રીએ કહૃાું કે, ૨૬ જાન્યુઆરી ૧૯૫૦નો દિવસએ ભારતના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાયેલો છે, કારણ કે આ દિવસે ભારતના બંધારણને અમલી બનાવી ભારતને ખરા અર્થમાં એક 'પ્રજાસત્તાક રાષ્ટ્ર' તરીકે સ્થાપિત કરવામાં આવ્યો હતો. ડો.બાબાસાહેબ આંબેડકર જેવા સંવિધાન નિષ્ણાત અને વિદ્વાનો દ્વારા બનાવવામાં આવેલા આ શ્રેષ્ઠ બંધારણ થકી ભારતની પ્રજાસત્તાક લોકશાહી વધુ સુદૃઢ બની છે. આપણા ભારતનું બંધારણ વિશ્વના લોકતાંત્રિક દેશો માટે પણ આદર્શરૂૂપ રહૃાું છે.
વધુમાં કલેકટરે કહૃાું કે, વડાપ્રધાન દ્વારા રાષ્ટ્રને સશક્ત અને આત્મનિર્ભર ભારતના સંકલ્પને ચરિતાર્થ કરવા માટે અનેક પગલાંઓ લઈ સર્વાંગી વિકાસની પ્રેરણા પૂરી પાડી છે. હાલના આધુનિક સમયમાં સ્વદેશી વસ્તુઓના ઉપયોગ થકી આત્મનિર્ભર ભારતના સંકલ્પને સાકાર કરવા માટે આપણે સૌએ સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ કરવો જોઈએ અને રાષ્ટ્રને આર્થિક રીતે મજબૂત બનાવવામાં યોગદાન આપવું જોઈએ.
વધુમાં કલેકટરે જણાવ્યું હતું કે, વડાપ્રધાનના વિઝન અને મુખ્યમંત્રીના નેતૃત્વમાં વર્ષ ૨૦૩૦માં ગુજરાત કોમનવેલ્થ ગેમ્સનું આયોજન થનાર છે જે આપણા સૌ માટે ખૂબ જ ગૌરવની વાત છે. જેના પરિણામે આપણે સૌ રમત ગમત ક્ષેત્રે ખાસ રુચિ લઈ રમત ગમત ક્ષેત્રે જાગૃતતા કેળવાઈ અને કોમનવેલ્થ ગેમ્સમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાનું વધુમાં વધુ ભાગીદારી સુનિશ્ચિત થાય તેવા પ્રયત્નો કરવાના છે.
વીજળી અને પાણીની કરકસર કરવાનો અનુરોધ કરતા કલેકટરે કહૃાું કે, સાંપ્રત સમયમાં વિવિધ રોગોનું પ્રમાણ વધ્યું છે. આપણી જમીનો અતિરેક રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓના ઉપયોગના લીધે દૂષિત બની છે જેની સીધી અસર પર્યાવરણ પર દેખાઈ રહી છે. ત્યારે હવે આપણે પ્રાકૃતિક કૃષિ તરફ વળી આપણી જમીનને ફળદ્રુપ બનાવીને પર્યાવરણના સંરક્ષણમાં યોગદાન આપીએ. ઉપરાંત, વડાપ્રધાને મહાત્મા ગાંધીજીએ જેને પોતાનો જીવનમંત્ર બનાવ્યો એવી સ્વચ્છતાની આદતને અનુસરીને સ્વચ્છતા પ્રધાન આપી દેશવાસીઓને પ્રેરણા આપી છે તેને આપણે સૌ આપણા જીવનનો અભિન્ન ભાગ ગણી સ્વચ્છતા જાળવવી જોઈએ.
૭૭માં પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણીમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી પોલીસ, આરોગ્ય અને આઈ.સી.ડી.એસ, વાસ્મો, શિક્ષણ, સહાયક પ્રાદેશિક વાહનવ્યવહાર વિભાગ, વન વિભાગ, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, પ્રાકૃતિક કૃષિ અને આત્મા પ્રોજેક્ટ સહિત વિવિધ વિભાગના ટેબલોનું નિદર્શન કરવામાં આવ્યું હતું.
૭૭માં પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણીમાં એસ.આર.કરમૂર માધ્યમિક શાળાના વિધાર્થીઓ દ્વારા સર્વાંગ સુંદર વ્યાયામ, ભાણવડ તાલુકા શાળા નં.૦૩ના વિધાર્થીઓ દ્વારા દેશભક્તિ અભિનય, વી.એમ.ઘેલાણી સરકારી હાઈસ્કૂલ,ભાણવડના વિધાર્થીઓ દ્વારા લોકગીત ફ્યુઝન તથા સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ ખંભાળિયા વિધાર્થીઓ દ્વારા સ્કૂલ બેન્ડ સહિતની સાંસ્કૃતિક કાર્યક્રમો પ્રસ્તુત કરવામાં આવ્યા હતા.
૭૭માં પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણીમાં શ્રેષ્ઠ પરેડ, શ્રેષ્ઠ ટેબ્લો, શ્રેષ્ઠ સાંસ્કૃતિક કૃતિ પ્રસ્તુત કરનાર તેમજ ઉત્કૃષ્ટ કામગીરી કરનાર અધિકારીઓ, કર્મચારીઓને કલેકટરશ્રી સહિતના મહાનુભાવો હસ્તે પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમજ મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ થકી જિલ્લા તથા રાજ્યને હરિયાળું બનાવવા માટે પ્રેરિત કર્યા હતા.
ભાણવડ ખાતે ૭૭માં પ્રજાસત્તાક પર્વની આન,બાન અને શાન સાથે થયેલી ઉજવણીમાં ધારાસભ્ય મૂળુભાઇ બેરા, જિલ્લા વિકાસ અધિકારી એ.બી.પાંડોર, પોલીસ અધિક્ષક શ્રી જયરાજસિંહ વાળા, નિવાસી અધિક કલેકટર ભૂપેશ જોટાણીયા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક હેતલ જોશી, નાયબ પોલીસ અધિક્ષક વિસ્મય માનસેતા, સાગર રાઠોડ, પ્રાંત અધિકારી કે.કે.કરમટા, નગરપાલિકા પ્રમુખ પ્રિયેશભાઈ અનડકટ, સગાભાઈ રાવલિયા, અજય કારાવદરા સહિત બહોળી સંખ્યામાં નાગરિકો, વિધાર્થીઓ, સ્વાતંત્ર્ય સેનાનીઓ ઉપસ્થિત રહૃાા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial