Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળીયાની સરકારી હોસ્પિટલને કાયાકલ્પ પ્રોજેકટમાં મળ્યા ૮૬.૯૬ ગુણાંક

ખાનગી હોસ્પિટલને પણ ટક્કર મારે તેવી

                                                                                                                                                                                                      

ખંભાળીયા તા. ૨:  ખંભાળીયાની સરકારી હોસ્પિટલ જે જિલ્લાની સૌથી મોટી હોસ્પિટલ હોવા છતાં, જિલ્લામાં વર્ષે બે લાખથી વધુ ઓ.પી.ડી. દર્દીઓ હોવા છતાં આરોગ્ય સેવા તથા વિશેષજ્ઞ તબીબોની સેવા સાથે ખાનગી હોસ્પિટલને ટક્કર મારે તેવી આ સરકારી હોસ્પિટલને અગાઉ ગુણવત્તામાં એવોર્ડો મળેલા છે, ત્યારે ફરી એકવાર સ્વચ્છતા અને ગુણવત્તાના માપદંડ સમાન 'કાયાકલ્પ' કાર્યક્રમમાં વિશેષ સિદ્ધિ મેળવીને દ્વારકા જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.

ખંભાળીયાની સરકારી હોસ્પિટલના સુપ્રિ. ડો. એલ.એન. કનારા તથા નિવાસી તબીબી અધિકારી ડો. કેતન ભારથીની આગેવાનીમાં તથા જિલ્લા પંચાયતના ડો. પ્રકાશ ચાંદેગરા, જિલ્લા ક્વોલિટિ અધિકારી ગીરીરાજ મહેતાના માર્ગદર્શનમાં તાજેતરમાં કાયાકલ્પ કાર્યક્રમના નિરીક્ષણમાં ખંભાળીયાની સરકારી હોસ્પિટલે ૧૦૦ માંથી ૮૬.૯૬ ગુણ મેળવ્યા હતા. મૂલ્યાંકનકાર તરીકે ડો. જીગીશ વ્યાસ તથા ડો. ગુપ્તા દ્વારા ચકાસણી વિવિધ માપદંડો સાથે કરવામાં આવી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh