Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
લેબેનોનમાં ઈઝરાયલના હુમલામાં આખું ગામ કાટમાળમાં ફેરવાયા પછી
તેલઅવીવ/ ચૌકિન તા. ૧૦: અમેરિકા-ઈરાન વચ્ચે જાહેર કરાયેલા સીઝફાયરનો ફિયાસ્કો થયો છે. લેબેનોનમાં આખું ગામ કાટમાળમાં ફેરવાયું તેના જવાબમાં હિઝબુલ્લાહે હાઈફા પર મિસાઈલ હુમલો કરતા તેલઅવીવ સહિતના શહેરોમાં રેડ સાઈરનો ગુંજી હતી.
દક્ષિણ લેબેનોનના ચૌકિન શહેરમાં ઈઝરાયલ દ્વારા કરવામાં આવેલા ભીષણ હુમલાને કારણે આખું ગામ કાટમાળમાં ફેરવાઈ ગયું છે. ઈઝરાયલી વાયુસેનાએ સોશિયલ મીડિયા પર આ હુમલાની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે, તેઓ લેબેનોનમાં સક્રિય આતંકી સંગઠન હિઝબુલ્લાહના લોન્ચિંગ સાઇટ્સ અને ઠેકાણાઓને નિશાન બનાવી રહૃાા છે.
લેબેનોનના સરકારી મીડિયા અનુસાર, ઈઝરાયલી ફાઈટર જેટ્સે અન્ય ઘણા શહેરો પર પણ બોમ્બમારો કર્યો છે, જેમાં અનેક સામાન્ય નાગરિકો ઘાયલ થયા છે અને રહેણાંક મકાનો જમીનદોસ્ત થઈ ગયા છે.
ઈઝરાયલી હુમલાના જવાબમાં હિઝબુલ્લાહ દ્વારા પણ વળતો પ્રહાર કરવામાં આવ્યો છે. હિઝબુલ્લાહ તરફથી જાહેર કરાયેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, તેમણે ઉત્તરી ઈઝરાયલના હાઈફા શહેર પર 'એડવાન્સ્ડ મિસાઈલો' વડે હુમલો કર્યો છે.
હિઝબુલ્લાહે દાવો કર્યો હતો કે તેઓ સીઝફાયરનું પાલન કરી રહૃાા હતા, પરંતુ દુશ્મન દેશે નિયમો તોડતા તેમણે આ કાર્યવાહી કરી છે. આ ઉપરાંત લેબેનોનના બિંત જબૈલ શહેરમાં પણ ઈઝરાયલી સૈનિકો પર રોકેટ દાગવામાં આવ્યા હોવાની માહિતી સામે આવી છે.
બીજી તરફ, હિઝબુલ્લાહના આ મિસાઈલ હુમલા બાદ ઈઝરાયલના હાઈફા અને તેલ અવીવ જેવા મોટા શહેરોમાં એર રેડ સાયરન વાગ્યા હતા, જેના કારણે લોકોમાં ફફડાટ ફેલાયો હતો.
ઈઝરાયલની ઈમરજન્સી સેવાઓએ જણાવ્યું છે કે તેઓ ઉત્તરી ઈઝરાયલ પર થયેલા આ હુમલાનો જડબાતોડ જવાબ આપી રહૃાા છે. બંને પક્ષો વચ્ચે વધતા તણાવને કારણે લેબેનોન અને ઈઝરાયલની સરહદ પર સ્થિતિ વધુ ગંભીર બની ગઈ છે અને સંઘર્ષ અટકવાનું નામ નથી લઈ રહૃાો.
અમેરિકા અને ઈરાન વચ્ચેના સંબંધોમાં ઉતાર-ચઢાવ ચાલુ છે. હોર્મુઝ સ્ટ્રેટ ખોલવામાં આવ્યા બાદ હવે ફી વસૂલવાના મુદ્દે નવો વિવાદ છેડાયો છે. તો બીજી તરફ ઇઝરાયલ અને લેબનોન વચ્ચે વધી રહેલા તણાવની વચ્ચે ઇઝરાયેલી વાયુસેનાએ આજે વહેલી સવારથી દક્ષિણ લેબનોનના અનેક વિસ્તારોમાં ભીષણ હવાઈ હુમલા કર્યા છે. લેબનોનની નેશનલ ન્યૂઝ એજન્સી (એનએનએ) ના અહેવાલ મુજબ, ઇઝરાયલ દ્વારા સારાફંડ શહેરને નિશાન બનાવીને બે એર સ્ટ્રાઈક કરવામાં આવી છે, જ્યારે અલ-બાયસરિયાહના બહારના વિસ્તારમાં આવેલા ખિરબત અલ-દુવૈર ક્ષેત્ર પર પણ મિસાઈલ મારો ચલાવવામાં આવ્યો છે. સતત વધી રહેલા આ હુમલાઓને કારણે સરહદી વિસ્તારોમાં દહેશતનો માહોલ છે અને પ્રાદેશિક સુરક્ષા સ્થિતિ વધુ ગંભીર બની છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial