Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં વાતાવરણમાં ' પલ્ટો ':

લોભ, સૌદે, દબાવ કા મૌસમ, ચલ રહા હૈ ચુનાવ કા મૌસમ રાજનીતી હવા ભી કરતી હૈ?!, લાઈ હૈ ધૂપ- છૉંવ કા મૌસમ

                                                                                                                                                                                                      

 જામનગરમાં આજે સવારે વાદળછાયુ વાતાવરણ સર્જાયુ હતું અને ચૈત્ર માસમાં અષાઢ-શ્રાવણનો માહૌલ જોવા મળ્યો હતો. નગરની ઓળખ સમાન રણમલ તળાવ પર કાળા ડિબાંગ વાદળો ઘેરાયા હતા અને ઉનાળામાં ચોમાસાની ઋતુનો અહેસાસ થયો હતો ત્યારે વાતાવરણમાં આવેલો એકાએક 'પલ્ટો' ચૂંટણીનાં માહૌલને પણ જાણે અભિવ્યક્ત કરતો હોય એવી પ્રતીતી થઇ હતી. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી ૨૬ એપ્રિલે યોજાવાની છે ત્યારે મહાનગરપાલિકામાં સત્તા પર આવી નગરનાં 'સેવક' બનવા માટે રાજકીય મહત્વાકાંક્ષાઓ ધરાવતા લોકો તમામ દાવપેચ અજમાવી રહૃાા છે અને રાજકીય પક્ષો પણ પોતાની જીત નિશ્ચિત કરવા માટે સામ,  દામ,  દંડ, ભેદ તમામ નીતીનો ઉપયોગ કરી રહૃાા છે. ત્યારે શહેરમાં ચાલી રહેલા ચૂંટણીનાં માહૌલની જાણે પ્રકૃતિને પણ ખબર હોય એમાં એ પણ તડકા છાયાંની રમત રમી રહી છે એવું બદલાયેલા વાતાવરણ પરથી કહી શકાય. આ વાતને શીર્ષકમાં અંકિત આદિત્ય જામનગરીની કવિતા સચોટ રીતે અભિવ્યક્ત કરે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh