Advertisement
Author: નોબત સમાચાર

જોડિયાના જીતેન્દ્ર કાનાણીને રાજ્યપાલના હસ્તે રાજ્યકક્ષાનો પ્રતિષ્ઠિત ગીતાભૂષણ એવોર્ડ એનાયત

સંપૂર્ણ ગીતા કંઠસ્થ કરવા બદલ

                                                                                                                                                                                                      

જોડિયા તા. ૪: ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ ગાંધીનગર દ્વારા અયાોજિત રાજ્યપાલના નિવાસ સ્થાન લોકભવનમાં "સંપૂર્ણ ગીતા કંઠપાઠ" યોજના તેમજ "શત સુભાષિત કંઠપાઠ યોજના" અંતર્ગત સમગ્ર રાજ્યમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર પ્રતિભાગીઓ માટે રાજ્યકક્ષાનો ભવ્ય સન્માન સમારોહ યોજાયો હતો.

આ સ્પર્ધામાં જીતેન્દ્રભાઈ છગનભાઈ કાનાણીએ ભાગ લઈ ઉત્તીર્ણ થઈ, વિશેષ સિદ્ધિ હાંસલ કરી હતી. તા. ૨૮-૩-૨૬ના રાજ્યપાલ ભવન (લોકભવન)માં ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા આયોજીત આચાર્ય દેવવ્રતજી, ગુજરાત રાજ્યના સંસ્કૃત બોર્ડના અધ્યક્ષ હિમાંજય પાલીવાલ, શિક્ષણમંત્રી ડો. પ્રદ્યુમન વાજા અને મુખ્ય અતિથિ ભાગ્યેશ જા અને અન્ય મહાનુભાવોના વરદ હસ્તે ગીતા ભૂષણની પદવીથી સન્માનિત કરવામાં આવ્યા હતા. સાથે સાથે સરકાર દ્વારા ૫૧,૦૦૦ રૂપિયાનું ઈનામ પણ અપાયુ હતું.

બાળપણથી જ શ્લોક કંઠસ્થ કરવા માટે રામકૃષ્ણ સાધના ટ્રસ્ટ-ગીતા વિદ્યાલય-જોડિયાધામ, જ્યાં બાળકો માટે ગીતા, રામાયણ, સંસ્કૃતના અભ્યાસ ચાલે છે, તે સંસ્થામાં નિયમિત સ્વાધ્યાય કરીને સંપૂર્ણ ગીતા કંઠસ્થ કરી હતી. ૩૩ વર્ષ પહેલા પૂ. મોરારિબાપુએ પણ ગીતા જયંતીના દિવસે તેમનું જાહેર સન્માન કર્યું હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh